________________
૧૯૯, ઉત્પત્તિને વિરહકાળ भवणवणजोइसोहमीसाण चउवीसई मुहुत्ता उ । उक्कोस विरहकालो सन्चेसु जहन्नओ समओ ॥११६७॥
ભવનપતિ, અંતર, તિથી અને સાધમ ઈશાનદેવને ઉત્કૃષ્ટ ઉપપાત વિરહકાળી ચેવીસ મુહુર્ત છે અને જઘન્ય વિરહકાળ બધામાં એક સમય છે.
ભવનપતિ વગેરે દેવો પ્રાયઃ કરી સતત ઉત્પન થતા હોય છે. ક્યારેક જ અંતર પડે છે. તે અંતર સામાન્યથી ચારે નિકાયના દેવોને આશ્રયી બાર મુહૂર્ત છે. તે પછી કેઈપણ નિકાયમાં અવશ્યમેવ દેવની ઉત્પત્તિ થાય જ છે.
કહ્યું છે કે “ગર્ભ જ તિર્યચ, મનુષ્ય, દેવ, નારકને વિરહકાળ બાર મુહૂર્ત છે.” વિશેષથી ભવનપતિ, વ્યંતર, અને જ્યોતિષી તથા સૌધર્મ ઈશાન. દેવલેકમાં દરેકને ઉત્કૃષ્ટથી ઉપપાતને વિરહકાળ ચોવીસ મુહૂર્ત છે. આનો ભાવ એ છે કે,
ભવનપતિ વગેરે કઈમાં પણ એક અથવા ઘણુ દેવો ઉત્પન્ન થયા પછી બીજે દેવ ઉત્કૃષ્ટથી વીસ મુહૂર્તનું અંતર પડ્યા પછી નિયમ ઉત્પન્ન થાય છે. જઘન્યથી ઉત્પત્તિનો વિરહમાળ ભવનપતિ, વ્યંતર, જોતિષી, સૌધર્મ, ઈશાન રૂપ સર્વેદમાં એક સમયનો છે. આ પાંચ સ્થાનમાં દરેકની અંદર એક અથવા ઘણા દેવો ઉત્પન થયા પછી બીજો દેવ એક સમયનું જઘન્યથી અંતર પાડી ઉત્પન્ન થાય છે. બાકીને બધોયે ઉત્પત્તિ વિરહકાળ મધ્યમ વિરહકાળ જાણ. (૧૧૬૭)
नव दिण वीस मुहुत्ता बारस दस चेव दिण मुहुत्ता उ । बावीसा अन् चिय पणयाल असीइ दिवससयं ॥११६८।। संखिजा मासा आणयपाणय तह आरणच्चुए वासा । संखेज्जा विन्नेया गेविज्जेसु अओ वोच्छ ॥११६९।। हिडिमे वाससयाई मज्झिमे सहसाई उवरिमे लक्खा । संखिज्जा विनेया जहसंखेणं तु तीसुपि ॥११७०।। पलिया असंखभागो उक्कोसो होइ विरहकालो उ । विजयाइसु निद्दिट्ठो सम्वेसु जहन्नओ समओ ॥११७१।।
સનતકુમાર દેવલોકમાં દેવોને ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વિરહકાળ નવ રાત દિવસ અને વીસ મુહૂર્ત છે. મહેન્દ્ર દેવલોકમાં બાર દિવસ અને દશ મુહૂર્ત છે. બ્રાલેકમાં સાડી બાવીસ દિવસ છે. લાંતકમાં પીસ્તાલીસ દિવસ છે. મહાશુકમાં એંસી (૮૦) દિવસ હોય છે. સહસ્ત્રારમાં સે રાત્રિ દિવસ છે. આનત-પ્રાકૃત બંનેમાં ઉત્કૃષ્ટથી સંખ્યાતા માસે છે.