________________
૨૭૦
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
संखेज्जजोयणा खलु देवाणं अद्धसागरे ऊणे । तेण परमसंखेज्जा जहन्नयं पन्नवीस तु ॥११६५॥ भवणवइवाणयगणं उड्ढं बहुओ अहो य सेसाणं । जोइसनेरइयाणं तिरिय ओगलिओ चित्तो ॥११६६॥
અડધા સાગરોપમથી કઈક ઓછા આયુષ્યવાળા દેવનું અવધિજ્ઞાન સંખ્યાતા યોજના હેય છે. તેનાથી ઉપરના આયુવાળા દેવેનું અસંખ્યાતા ચોજન હોય છે. જઘન્યથી પચીસ જન છે. ભવનપતિ, વ્યંતરોનું ઊર્વમાં અવધિજ્ઞાન ઘણું હોય છે. બીજાઓનું નીચે વધુ હોય છે. જ્યોતિષી
–ને નારકનું તિછું વધુ હોય છે. તથા આદારિક શરીર બધાનું ભિન્નભિન્ન પ્રકારનું હોય છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવામાં જેમનું અડધા સાગરેપમથી ઓછું આયુષ્ય હોય, તેમનું અવધિજ્ઞાન સંખ્યામા-ચોજન પ્રમાણ ક્ષેત્રનું હોય છે. તે પછી પૂરા અડધા સાગરગમ વગેરે આયુ હોય, તેમનું અવધિજ્ઞાન અસંખ્યાતા એજન હોય છે. ફક્ત આયુ વૃદ્ધિ સાથે અસંખ્યાત જનની વૃદ્ધિ પણ કહેવી. જઘન્યથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર પચ્ચીસ એજન, જેમનું સર્વ જઘન્ય દશહજાર વર્ષનું આયુષ્ય હેય, તે ભવનપતિ વ્યંતરને હોય છે. બીજાને નહીં. ભાષ્યકારે કહ્યું છે કે,
જેમની દસહજાર વર્ષની સ્થિતિ છે. તેમને પચીસ જન હોય છે.”
તિષીઓ અસંખ્યાત વર્ષની સ્થિતિવાળા હોવાથી જઘન્યથી તેઓ અવધિજ્ઞાનવડે સંખ્યાત જન પ્રમાણુ સંખ્યાતા દ્વીપ સમુદ્ર જુએ છે. ઉત્કૃષ્ટથી તેટલા પ્રમાણ ક્ષેત્રને જ પણ અધિકતર જુએ છે.
પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે, “હે ભગવંત! તિષીઓ અવધિજ્ઞાનવડે કેટલા ક્ષેત્રને જુએ છે. અને જાણે છે?
ગૌતમ! જઘન્યથી સંખ્યાતા દ્વીપ સમુદ્રને ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા દ્વીપ સમુદ્રને જુએ છે. હવે નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવામાં કેને કઈ દિશામાં વધુ અવધિજ્ઞાન હોય છે તે કહે છે.
ભવન પતિ, વ્યંતરને ઊર્વ દિશામાં વધુ અવધિજ્ઞાન હોય છે. બીજી દિશામાં અલ્પ અવધિજ્ઞાનને વિષય હોય છે. એમ આગળ પણ વિચારવું. બાકીના વૈમાનિકદેવને નીચેની દિશાનું અવધિજ્ઞાન વધુ હોય છે. જ્યોતિષી, નારકોને તિર્ય દિશાનું વધુ હોય છે.
તિર્યંચ મનુષ્ય સંબંધી અવધિજ્ઞાન તે દારિક અવધિજ્ઞાન કહેવાય છે. આ દારિક અવધિજ્ઞાન ભિન્ન ભિન્ન પ્રકારે વિચિત્ર કેટીનું હોય છે. કેઈને ઊંચે વધુ હેય તે કેઈકને નીચે વધુ હોય તે બીજાઓને તિર્લ્ડ વધુ હોય છે. તે કેઈને બધુંય સરખું હાય. (૧૧૬૫–૧૧૬૬ )