________________
૧૯૮. દેવોનું અવધિજ્ઞાન.
૨૬૯ કંઈક જૂન લોકનાડી જુએ છે.” આ પ્રમાણે અધ વિષયરૂપ અવધિજ્ઞાનનું ક્ષેત્ર કહ્યું. (૧૧૬૧–૧૧૬૩). હવે અવધિજ્ઞાનનું તિછું અને ઉર્થક્ષેત્ર પ્રમાણુ કહે છે
एएसिमसंखेज्जा तिरियं दीवा य सागरा चेव । बहुययरं उवरिमया-उड्ढं च सकप्पथूभाई ॥११६४॥
એ દેવેનું તિષ્ણુ અવધિજ્ઞાન અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. ઉપર ઉપરના દેવેનું બહુ બહુતર અવધિજ્ઞાન છે. ઊર્વ પિતાના કપના તૂ૫ વગેરે સુધીનું હોય છે.
શુક, ઈશાન વગેરે દેવોનું અવધિજ્ઞાન વિષયક તિરછું ક્ષેત્ર પ્રમાણ અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. એટલે અસંખ્યાતા દ્વિપ અને અસંખ્યાતા સમુદ્રો સુધી અવધિજ્ઞાનવડે તિર જુએ છે. ફક્ત આજ અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને ઉપર ઉપરના દેવલોકના દેવો બહુ બહતર, બહત્તમરૂપે તિચ્છ જુએ છે. કેમકે ઉપર–ઉપરના દેવલોકના દેવેનું વિશુદ્ધ, વિશુદ્ધતર અવધિજ્ઞાન હોય છે.
સૌધર્મ વગેરે સર્વ દેવો પોતાના દેવલોકના વિમાનનું શિખર દવા વગેરે સુધી ઊંચે જુએ છે, તેનાથી આગળ નહીં. તેવા પ્રકારના ભવ-સ્વભાવના કારણે ઊંચે વધુ જઈ શકતા નથી.
સૌધર્મ દેવલેથી લઈ તે અનુત્તર વિમાનવાસી દેવ સુધીના સર્વે જઘન્યથી અંગુલના અસંખ્ય ભાગ પ્રમાણ ક્ષેત્રને અવધિજ્ઞાનવડે જુએ છે. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે,
વૈમાનિક–સૌધર્મ દેવકથી લઈ અનુત્તર વિમાન સુધીના દેવો જઘન્યથી અંગુલના અસંખ્ય ભાગને અવધિજ્ઞાનવડે જુએ છે અને જાણે છે.”
પ્રશ્ન:- જે અંગુલના અસંખ્યાત ભાગ માત્ર ક્ષેત્ર પ્રમાણ અવધિજ્ઞાન સર્વ જઘન્ય હોય છે. તે તે સર્વ જઘન્ય અવધિજ્ઞાન તિર્યંચ મનુષ્યમાં જ હોય છે, બીજામાં નહીં, કહ્યું છે કે, “ઉત્કૃષ્ટ મનુષ્યમાં જ અને જઘન્ય મનુષ્ય તિર્યંચમાં જ હોય છે. તે પછી અહીં વૈમાનિકેને સર્વ જઘન્ય અવધિજ્ઞાન શા માટે કહ્યું છે?
ઉત્તરઃ- સૌધર્મ વગેરે દેવને પરભવ સંબંધી અવધિજ્ઞાન પણ ઉત્પત્તિ વખતે સંભવે છે. તે પારભવિક અવધિજ્ઞાન ક્યારેક સર્વ જઘન્ય પણ હોય છે. ઉત્પત્તિ પછી તે દેવભવ સંબંધી જ હોય છે તેથી કઈ દેષ નથી.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે, “વૈમાનિકને જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગે ઉત્પત્તિ વખતે પારભવિક અવધિજ્ઞાન હોય છે. દેવભવ સંબંધી જઘન્ય અવધિજ્ઞાન પછીથી હોય છે... અને આ પારભાવિક હોવાથી સૂત્રકારે કહ્યું નથી. (૧૧૬૪)
વૈમાનિકેનું ઊર્વ, અધે અને તિરછુ અવધિ પ્રમાણ કહ્યું હવે સામાન્યથી બાકીના દેવેનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર પ્રમાણ કહે છે.