________________
૧૯૭. દેવાની લેશ્યા.
૨૨૬૭
ભવનપતિ વગેરે સર્વે દેવેાની ભવધારણીય શરીરની એટલે સ્વાભાવિક શરીરની જઘન્ય અવગાહના ઉત્પત્તિના પ્રથમ સમયે અંગુલના અસ`ખ્યાતમા ભાગ જાણવી અને ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના સ`ખ્યાતમા ભાગ જાણવી-તે પણ ઉત્તરવૈક્રિય શરીરના પ્રારંભકાળના પ્રથમ સમયે હાય છે. ઉત્તરવૈક્રિયની જઘન્ય અવગાહના અંશુલના સ`ખ્યાતમા ભાગની તેમને પર્યાપ્ત હાવાના કારણે તથાવિધ જીવના પ્રદેશના સંકાચના અભાવ હાવાથી હાય છે. ( ૧૧૫૮)
૧૯૭. દેવાની લેશ્યા
किव्हा नीला काऊ तेऊलेसा य भवणवंतरिया | जोइससोहंमीसाण तेऊलेसा मुणेयव्वा ॥ ११५९॥ कप्पे सणकुमारेमा हिंदे चैव बंभलोए य । एएस पम्हणेसा तेण परं सुक्कलेसाओ ।। ११६०॥
ભવનપતિ, વ્ય‘તરામાં કૃષ્ણ, નીલ, કાપેાત અને તેજોલેશ્યા છે. જ્યાતિષી સાધમ અને ઇશાન દેવામાં તેજોલેશ્યા જાણવી, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ દેવલાકમાં પદ્મલેશ્યા, તે પછી ઉપરના બધા દેવલાકમાં શુકલલેશ્યા જાણવી. ભવનપતિ અને વ્યંતરો કૃષ્ણ, નીલ, કાપેાત, તેજલેશ્યાવાળા છે. એટલે આ દેવાની કૃષ્ણા, નીલા, કાપાતી, તૈજસી લેશ્યા છે. તેમાં પણ પરમાધામી દેવાની કૃષ્ણલેશ્યા છે, તથા જ્યાતિષી, સૌધમ અને ઇશાન દેવલાકમાં દેવાને તેજલેશ્યા જાણવી. તથા સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મદેવલાકમાં દેવાને પદ્મલેશ્યા હૈાય છે. તે બ્રહ્મલેાક પછી ઉપર લાંતક વગેરેથી લઈ અનુત્તવિમાન સુધીના દેવાને શુલલેશ્યા જાણવી. ખધીયે લેશ્યા આગળ આગળના દેવામાં વિશુદ્ધ વિશુદ્ધતર જાણવી.
આ લેશ્યાઓ ભાવલેશ્યાના કારણુરૂપ સંસારમાં રહેલ કૃષ્ણ વગેરે દ્રવ્યરૂપ, દ્રવ્ય લેશ્યારૂપે જ સ્વીકારવી પણ ભાવલેશ્યારૂપે નહીં. કારણ કે તે ભાવલેશ્યાએ અનવસ્થિતરૂપે છે. આ લેશ્યાએ ખાદ્યવ રૂપે પણ નથી. કારણ કે દેવાના બાહ્યવર્ણ પ્રજ્ઞાપના વગેરેમાં અલગ કહ્યા છે. અને આ હકીક્ત નારકના લેશ્યા દ્વારમાં આગળ જ જણાવી છે. ભાવલેશ્યાએ તે દેવાની દરેક નિકાયમાં યથાસંભવરૂપે છયે હાય છે. હરિભદ્રસૂરિ મહારાજે તત્ત્વાર્થીની મૂળ ટીકામાં કહ્યું છે કે, દેવાની દરેક નિકાયમાં ઋચે ભાવ લેશ્યાએ સ્વીકારાય છે.’ (૧૧પ૯–૧૧૬૦)
"