________________
પ્રવચન સારાદ્ધાર ભાગ-૨
આગળની ત્રણે ગાથામાં કહેલ વિમાનાની એકત્રીસ પ્રકારના દૈવાની સ ંખ્યાના સરવાળા આ પ્રમાણે છે. ચાર્યાસીલાખ, સત્તાણુ હજાર અને ત્રેવીસ ( ૮૪,૯૭,૦૨૩) વિમાના વૈમાનિકદેવાના છે. (૧૧૫૪)
૨૬૬
૧૯૬. દેવાના શરીરની અવગાહના
भवणवण जोइसोहम्मीसाणे सत्त हुँति रयणीओ | कहाणि सेसे दु दुगे य दुगे चउके य ॥। ११५५।। विज्जे दोन्नि य एगा रयणी अणुत्तरेसु भवे । भवारणिज्ज एसा उक्कोसा होइ नायव्वा ।। ११५६ ॥
ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને સૌધર્મ, ઈશાન દેવલાકમાં દેવાનું ઉત્સેધાંશુલ વડે ઉત્કૃષ્ટ દેહમાન સાત હાથ છે. ત્યારપછી એ, બે અને ચાર દેવલાકમાં એક-એક હાથ એછા કરતા જવું તે આ પ્રમાણે (૩-૪) સનતકુમાર-માહેન્દ્રમાં ૬ હાથ, (૫-૬) બ્રહ્મલેાક અને લાંતકમાં પાંચ હાથ, (૭-૮) મહાશુક્ર અને સહસ્રારમાં ચાર હાથ, (૯-૧૦-૧૧ –૧૨) આનત, પ્રાણુત, આરણુ, અચ્યુત દેવલાકમાં (૩) ત્રણ હાથ દેહમાન છે. તથા પ્રેવેયકમાં ઉત્કૃષ્ટથી બે હાથનું શરીર પ્રમાણ અને અનુત્તર વિમાનામાં એક હાથનું દેહમાન છે. આ સાત હાથ વગેરે ઉત્કૃષ્ટ દેહમાન, ભવધારણીય શરીરની અપેક્ષાએ જાણવું. ( ૧૧૫૫-૧૧૫૬)
सव्वे कोसा जोयणाण वेउब्विया सयसहस्सं । गेविज्जणुत्तरेसुं उत्तरवेउच्विया नत्थि ||११५७॥
બધાયનું ઉત્તર વૈક્રિય શરીર ઉત્કૃષ્ટથી એક લાખ ચેાજન છે. ગ્રેવેયક -અનુત્તર વિમાનમાં ઉત્તર વૈક્રિય શરીર નથી.
ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના કહે છે. ભવનપતિ વગેરેથી અચ્યુત દેવલાક સુધીના બધાય દેવાનું ઉત્તર વૈક્રિય શરીર ઉત્કૃષ્ટથી એકલાખ ચેાજનનું હોય છે.
ત્રૈવેયક અને અનુત્તર દેવાને ઉત્તરવૈક્રિય શરીર પણ પ્રચેાજનના અભાવ હોવાથી નથી. તેએ શક્તિ હાવા છતાં પણ ઉત્તરવૈક્રિય કરતા નથી. કારણ કે દેવા જવા-આવવા માટે તથા પરિચારણા (વિષય સેવન ) માટે ઉત્તરવૈક્રિય શરીર કરે છે. અને આ પ્રયેાજન એમને હાતું નથી. ( ૧૧૫૭)
अंगुल असंभागो जहन्न भवधारणिज्ज पारंभे । संखेज्जा अवगाहण उत्तरवेउच्वियासावि ॥। ११५८ ।।