________________
૨૬૫
૧લ્પ. દેના ભવન
અહીં વ્યંતરોના ભૂમિમાં અસંખ્યાતા સુંદર નગરે છે. તેનાથી સંખ્યાતગુણું જતિષીના વિમાને છે.
આ તિર્જીકમાં રતનપ્રભાના રત્નકાંડરૂપ પહેલા એક હજાર એજનમાં ઉપર નીચે – જન છોડી, વ્યંતરના જમીનમાં રહેલા અસંખ્યાતા સુંદર નગરે છે. આ નગરોમાં સુંદરતા એવી છે કે, ત્યાં રહેલા હંમેશા આનંદિત વ્યંતરને પોતાને સમય ક્યાં જાય છે. તેની પણ ખબર પડતી નથી. કહ્યું છે કે,
“ત્યાં રહેલા વ્યંતરદેવે ઉત્તમ દેવીઓના ગીત, વાજિંત્રના અવાજવડે હંમેશા સુખી અને આનંદિત હોવાથી પસાર થતા કાળની ખબર એમને પડતી નથી. મનુષ્ય ક્ષેત્રની બહાર દ્વીપસમુદ્રોમાં જે વ્યંતરના નગરે છે. તેનું સ્વરૂપ જીવાભિગમ વગેરે શાએથી જાણવું. તે વ્યંતર નગરથી સંખ્યાતગુણ જોતિષી દેવાના વિમાનો છે. (૧૧૫૦) હવે વૈમાનિકના વિમાનોની સંખ્યા કહે છે.
बत्तीसऽट्ठावीसा बारस अट्ठ चउरो सयसहस्सा । आरेण बंभलोया विमाणसंखा भवे एसा ॥११५१॥
બ્રહ્મદેવલેક સુધી વિમાની સંખ્યા આ પ્રમાણે છે. ૧. સૌધર્મ દેવલોકમાં બત્રીસ લાખ, ૨. ઈશાન દેવલોકમાં અઠ્ઠાવીસ લાખ, ૩. સનતકુમાર દેવકમાં બારલાખ, ૪. ચેથા મહેન્દ્રમાં આઠલાખ અને પ. બ્રહ્મદેવલેકમાં ચારલાખ વિમાને છે. (૧૧૫૧) पंचास चत्त छच्चेव सहस्सा लंत सुक सहसारे । सय चउरो आणयपाणएसु तिन्नारणच्चुयए ॥११५२॥
૬. લાંતકમાં પચાસ હજાર, ૭. મહાશુકમાં ચાલીસ હજાર, ૮. સહસ્ત્રારમાં છ હજાર તથા આનત, પ્રાણત, દેવલેકમાં બંને મળી ચારસે (૪૦૦) અને ૯–૧૦. આરણ અશ્રુતમાં બંને મળી ત્રણસે (૩૦૦) વિમાને છે. (૧૧૫ર )
एकारसुत्तरं हेहिमेसु सत्तत्तरं च मज्झिमए । सयमेगं उवरिमए पंचेव अणुत्तरविमाणा ॥११५३॥
અધસ્તન શૈવેયકત્રિકમાં ત્રણેના મળી ૧૧૧ (એકસો અગિયાર) વિમાને છે. મધ્યમ રૈવેયકત્રિકમાં ત્રણે મળી એકસે સાત (૧૦૭) અને ઉપરિકન સૈવેયકત્રિકમાં ત્રણે મળી એકસો વિમાને અને છેલ્લા પ્રતરમાં વિજય વગેરે પાંચ જ અનુત્તર વિમાનો છે. (૧૧૫૩) હવે સર્વે વિમાનની સંખ્યા કહે છે.
चुलसीई सयसहस्सा सत्ताणउई भवे सहस्साई ।
तेवीसं च विमाणा विमाणसंखा भवे एसा ॥११५४॥ ३४