________________
२६४
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સૌધર્મ દેવલોકમાં પરિગૃહિતા અને અપરિગૃહિતાનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે સાત પપમ અને પચાસ પાપમનું જાણવું. ઈશાન દેવલોકમાં પરિગૃહિતા અને અપરિગૃહિતાનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે નવ પપમ અને પંચાવન પામનું જાણવું.
આને ભાવ એ છે કે, સૌધર્મ દેવલોકમાં પરિગૃહિતાનું ઉત્કૃષ્ટ આયુ સાત પાપમ અને અપરિગૃહિતાનું ઉત્કૃષ્ટાયુ પચાસ પામ છે. ઈશાન દેવલેકમાં પરિગૃહિતાનું ઉત્કૃષ્ટાયુ નવ પલ્યોપમ અને અપરિગૃહિતાનું ઉત્કૃષ્ટાયુ પંચાવન પલ્યોપમ છે. (૧૧૪૩-૧૧૪૬)
૧૫. દેના ભવન सत्तेव य कोडीओ हवंति बावत्तरी सहसहस्सा । एसो भवणसमासो भवणवईण वियाणिज्जा ॥११४७॥
ભવનપતિ દેવેની દશે નિકામાં ભવનની કુલ સંખ્યા સાતક્રેડ, બહોતેર લાખ (૭,૭૨,૦૦૦૦૦) ની થાય છે. એમ જાણવું.
આ ભવને ૧ લાખ એંસીહજાર જનની જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચે એક હજાર જન છોડી વચ્ચેના એક લાખ અઠ્ઠોતેર હજારમાં જાણવા. બીજાઓ કહે છે. નેવું હજાર ( ૯૦,૦૦૦) જન નીચે ભવનો છે. બીજે સ્થળે નીચે ઉપર હજાર યોજન છોડી બધે યથાયોગ્ય સ્થળે આવાસે છે. (૧૧૪૭) હવે ભવનપતિમાં દરેક નિકાયની અલગ અલગ ભવન સંખ્યા કહે છે.
चउसट्ठी असुराणं नागकुमाराण होइ चुलसीई । बावत्तरि कणगाणं वाउकुमाराण छन्नई ॥११४८॥ दीवदिसाउदहीणं विजकुमारिंदथणियअग्गीणं । छण्हंपि जुयलयाण छावत्तरिमो सयसहस्सा ॥११४९॥
દક્ષિણ ઉત્તર દિશામાં રહેલ અસુરકુમારની સર્વ ભવનોની સંખ્યા ચેસઠ લાખ (૬૪ લાખ), નાગકુમારોના ભવને ચારાસી લાખ (૮૪ લાખ), સુવર્ણકુમારના બેરલાખ (૭૨ લાખ), વાયુકુમારના છ– (૯૬) લાખ, દ્વીપકુમાર, દિકકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, સ્વનિતકુમાર, અગ્નિકુમારના દરેકના ભવનોની સંખ્યા છેતેર (૭૬)-તેર લાખ છે. આ બધાને સરવાળે કરતાં ઉપરોકત ગાથામાં કહેલ ૭ ક્રેડ ૭૨ લાખ થાય છે. (૧૧૪૮-૧૧૪૯) હવે વ્યંતરના નગરની હકીકત કહે છે.
इह संति वणयराणं रम्मा भोमनयरा असंखिजा । तत्तो संखिजगुणा जोइसियाणं विमाणाओ॥११५०॥