________________
૧૯૪. ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી, અને વૈમાનિક દેવાની સ્થિતિ.
૨૬૩
સાધમ દેવલાકમાં એક પછ્યાપમ અને ઈશાન દેવલાકમાં સાધિક એક પલ્યોપમ જઘન્ય સ્થિતિ છે. તે પછી સનતકુમાર વગેરે ઉપરના દેવલાકમાં ત્રૈવેયક અનુત્તર વિમાન સુધીના દેવાની જઘન્ય સ્થિતિ નીચેના કમ્પની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉપર ઉપરના દેવલેાકની જધન્ય સ્થિતિ છે. આ ક્રમાનુસારે એકત્રીસ સાગરોપમ સુધી જાણવું, તે આ પ્રમાણે. સાધમ દેવલાકમાં જે મે સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે જ ઉપર રહેલા સનતકુમાર દેવલાકમાં જઘન્ય સ્થિતિ છે.
જે ઈશાન દેવલેકમાં સાધિક એ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે ઉપર રહેલા માહેન્દ્ર દેવલાકમાં જધન્ય સ્થિતિ છે.
સનતકુમારમાં જે સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે ઉપર રહેલા બ્રહ્મલેાકમાં જઘન્ય સ્થિતિ છે.
પ્રજ્ઞાપનામાં કહ્યું છે. ‘ બ્રહ્મલોક કલ્પમાં દેવાની કેટલા કાળની સ્થિતિ છે ? હે ગૌતમ ! જઘન્યથી સાત સાગરોપમ ' તત્વા ભાષ્યમાં તા જે માહેન્દ્રમાં સાધિક સાત સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. તે બ્રહ્મદેવલાકની જઘન્ય સ્થિતિ થાય એમ કહ્યું છે.
બ્રહ્મલાકની દસ સાગરોપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે લાંતકમાં જઘન્ય સ્થિતિ છે. લાંતકમાં ચૌદ સાગરાપમની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે મહાશુક્રમાં જન્ય સ્થિતિ છે. મહાશુક્રની સત્તર સાગરોપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે સહસ્રારમાં જઘન્ય સ્થિતિ છે. સહસ્રારની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર સાગરાપમ છે તે આનતમાં જઘન્ય સ્થિતિ છે. આનતની એગણીસ સાગરાપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે પ્રાણતની જધન્ય સ્થિતિ છે. પ્રાણતની વીસ સાગરોપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે આરણની જઘન્ય સ્થિતિ છે. આરણ્ની એકવીસ સાગરોપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે અચ્યુતની જઘન્ય સ્થિતિ છે. અચ્યુતની બાવીસ સાગરાપમરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે અધસ્તન અધસ્તન ત્રૈવેયકની
જઘન્ય સ્થિતિ છે.
એમ એક એક સાગરોપમ વધતા વધતા વિજય, વૈજયંત, જયંત, અપરાજીતરૂપ ચાર અનુત્તરમાં એકત્રીસ સાગરાપમ જઘન્ય સ્થિતિ જાણવી. સર્વાસિદ્ધમાં જઘન્યસ્થિતિ નથી. કારણ કે ત્યાં આગળ તેત્રીસ સાગરોપમરૂપ અજઘન્યત્કૃષ્ટરૂપ જ સ્થિતિ કહી છે. હવે વૈમાનિક દેવીએની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે. અહીં વૈમાનિક દેવીએની ઉત્પત્તિ સૌધર્મ અને ઈશાન દેવલાકમાં જ છે. તે દેવીએ ૧. પરિગૃહિતા એટલે કુળવધૂ જેવી, ૨. અપરિગૃહિતા એટલે વેશ્યા જેવી એમ બે પ્રકારે છે. તેમાં પરિગૃહિતા અને અપરિગૃહિતા દેવીઓની સૌધમ અને ઈશાન દેવલાકમાં અનુક્રમે જંઘન્ય સ્થિતિ એક પલ્યાપમ અને સાધિક એક પળ્યે પમની જાણવી. એટલે સૌધર્મ દેવલાકમાં પરિગૃહિતા દેવી અને અપરિગૃહિતા દેવીઓની જઘન્ય સ્થિતિ એક પલ્યાપમ છે. ઈશાનમાં પરિગૃહિતા અને અપરિગૃહિતા દેવીઓની સાધિક એક પળ્યેાપમની જઘન્ય સ્થિતિ છે.