________________
२४७
૧૮૯ વેશ્યા. એકવીસ લાખ જનથી પણ આગળના પદાર્થો જોઈ શકે છે. કહ્યું છે કે જેમ પુષ્કરવરદ્વીપાર્ધમાં માનુષેત્તર પર્વત પાસે રહેલા મનુષ્ય કર્ક સંક્રાંતિમાં એકવીસ લાખ, ચેત્રીસ હજાર, પાંચસે સાડત્રીસ (૨૧૩૪૫૩૭) યોજનથી અધિક દૂર રહેલા સૂર્યના બિબને જુએ છે. આ આંખના વિષયનું પ્રમાણ પુષ્કરવાહી પાઈવાસી મનુષ્યનું છે. આ પ્રમાણુ પૂર્વ (દિશા) અને પશ્ચિમદિશાનું જુદુંજુદુ જાણવું.
બાકીની નાક, જીભ અને ચામડી અનુક્રમે ગંધ, રસ અને પશ એમ દરેકને ઉત્કૃષ્ટથી નવજનથી આવેલાને ગ્રહી શકે. એની આગળનાને નહીં. આગળથી આવેલા વિષયે મંઢપરિણામવાળા થાય છે તથા ઘાણ વગેરે ઇન્દ્રિયે તે વિષયને તે રૂપમાં જાણવા સમર્થ થતી નથી. (૧૧૦૭–૧૧૦૮) હવે જઘન્યથી વિષય ગ્રહણનું પ્રમાણ કહે છે.
अंगुल असंखभागा मुगति विसयं जहन्नओ मोत्तुं । चखं तं पुण जाणइ अंगुलसंखिज्जभागाओ ॥११०९॥
ચક્ષુરિન્દ્રિય સિવાય બાકીની કાન વગેરે ચાર ઈન્દ્રિયે જાપથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણથી આવેલ પિત પિતાના શબ્દ વગેરે વિષયને જાણે છે. કારણ કે આ ઇન્દ્રિય પ્રાપ્ત અર્થનાં વિષયને જાણતી હોવાથી.
ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્તકારી હોવાથી અંગુલના સંખ્યામા ભાગે દૂર રહેલ પદાર્થને જઘન્યથી જોઈ શકે છે. તેનાથી નજીક રહેલ પદાર્થને ન જોઈ શકે. આ વાતની ખાત્રી દરેક જીવને છે. તથા અતિ નજીક રહેલા આંખમાં આંજેલ મેશ, રજ, મેલ વગેરેને આંખ જોઈ શકતી નથી. અહીં વિસ્તાર પ્રમાણ સ્પર્શેન્દ્રિય સિવાય બાકીની ચાર ઇંદ્રિયોને આત્માંશુલ પ્રમાણુથી જાણવો. અને સ્પર્શેદ્રિયને ઉત્સધાંગુલ પ્રમાણુથી જાણ. વિષય ગ્રહણ પ્રમાણે તે દરેકનો આત્માંશુલ વડે જ જાણ. અહીં બંને સ્થળોની ચર્ચા વિસ્તારથી ભાષ્યમાંથી જાણવી. (૧૧૦૯)
૧૮૯. આ જીને લેશ્યા पुढवीआउवणस्सइबायरपत्तेसु लेस चत्तारि । गम्भे तिरियनरेसु छल्लेसा तिन्नि सेसाणं ॥१११०॥
બાદર પૃથવીકાય, બાદર અકાય, બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં ચાર લેહ્યા છે. ગર્ભજ તિર્યંચ મનુષ્યમાં છ લેશ્યાએ છે. અને બાકીનામાં ત્રણ લેશ્યાઓ છે.