________________
૨૪૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ પ્રશ્ન – ઠંડુ પાણી પીવાથી અંદર ઠંડા સ્પર્શનો અનુભવ થાય છે. તે તે શી રીતે ઘટે છે?
ઉત્તરઃ આ સ્પર્શેન્દ્રિય બધી જગ્યાએ વળી પ્રદેશ પર્યન્તવર્તી છે. એમ પૂર્વાચાર્યોએ વ્યાખ્યા કરી છે તથા પ્રજ્ઞાપનાની મૂળ ટીકામાં પણ કહ્યું છે કે, સર્વ પ્રદેશપર્યન્તવર્તી હવાથી ચામડીના અંદરના ભાગે પણ પિલાણના ઉપર ચામડી જ છે.” તેથી અંદરથી પણ પોલાણના ઉપર સ્પર્શેન્દ્રિયની વિદ્યમાનતા સ્વીકારાય છે. માટે અંદરના ભાગે શીત સ્પર્શનો અનુભવ થાય છે.
આ પ્રમાણે એટલે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણુની પહોળાઈવાળી જ બધી ઈન્દ્રિયે જાણવી. (૧૧૦૫-૧૧૦૬)
अंगुलपुहुत्त रसणं फरिसं तु सरीरवित्थडं भणियं । बारसहिं जोयणेहिं सोय परिगिण्हए सदं ॥११०७॥ रूवं गिण्हइ चवखू जोयणलक्खाओ साइरेगाओ। गंध रसं च फास जोयणनवगाउ सेसाई ॥११०८॥
રસનેંદ્રિય વિસ્તારથી અગુલ પૃથફત્વ અને સ્પર્શેન્દ્રિય શરીર વિસ્તાર પ્રમાણુ કહી. શ્રોત્રેન્દ્રિય બાર યોજનથી આવેલો શબ્દ ગ્રહણ કરી શકે છે. સાધિક લાખ જન દૂરથી આંખ રૂ૫ ગ્રહણ કરી શકે છે. અને બાકીની જીભ, નાક અને ચામડી અનુક્રમે રસ, ગંધ અને સ્પશને નવ જન દૂરથી ગ્રહી શકે છે.
અંગુલ પૃથકત્વ વિસ્તારવાળી રસનેંદ્રિય છે. સ્પશેન્દ્રિય શરીર પ્રમાણ વિસ્તારવાળી છે. એટલે જે જીવને જેટલા પ્રમાણમાં શરીરને વિસ્તાર હોય, તેટલા પ્રમાણમાં સ્પર્શ નેન્દ્રિયને પણ વિસ્તાર હોય છે. ઈદ્રિયોની વિષય ગ્રહણની શક્તિ -
ઉત્કૃષ્ટ બાર એજન દૂરથી આવેલા વાદળાની ગર્જના વગેરે અવાજને કાન ગ્રહી શકે એનાથી આગળથી આવેલા અવાજને ગ્રહી ન શકે કારણ કે બાર યોજન કરતા અધિક દૂરથી આવેલ અવાજના પુદ્ગલ તથા સ્વભાવે મંદ પરિણામવાળા થવાથી કાન પિતાના સાંભળવાના વિષયરૂપ ગ્રહણ કરવા સમર્થ થતા નથી. એટલે શ્રેત્રેન્દ્રિયનું એવું અદ્દભુત બળ હોતું નથી. કે જે આગળથી આવેલ શબ્દને સાંભળી શકે. ' ચક્ષુરિન્દ્રિય પણ ઉત્કૃષ્ટથી સાધિક એક લાખ યોજન દૂર રહી સાદડી, ભીંત વગેરે અવરોધ વગરના રૂપને ગ્રહી શકે એટલે જાણી શકે છે. એનાથી આગળનું રૂપ અવરોધ વગરનું હોય તે પણ આંખની શક્તિનો અભાવ હોવાથી ગ્રહી ન શકે. આ હકીકત અપ્રકાશિત દ્રવ્યોને આશ્રયી જાણવી. પ્રકાશિત દ્રવ્યની અપેક્ષાએ પ્રમાણગુલાશ્રયી