________________
૧૮૮. આ જીની ઈદ્રિયનું સ્વરૂપ તથા વિષયગ્રહણ
૨૪૫ વગેરે જાતિ ભેદથી જુદા જુદા પ્રકારના છે. અત્યંતર નિવૃત્તિ તે બધાયે જીવોની એક સરખી હોય છે. તેને આશ્રયીને જ આ ગાથામાં કહેલ સંસ્થાન આકાર જાણવો. પ્રાયઃ કરીને ફક્ત સ્પશે દ્રિયના બાહ્ય અત્યંતર આકારમાં ફરક નથી. તત્ત્વાર્થની મૂળ ટીકામાં કહ્યું છે.
તલવાર સ્થાનીય બાહ્યનિવૃત્તિ ઈન્દ્રિય છે તેની જે તલવારની ધાર સમાન સ્વછતર પુદ્ગલના સમૂહરૂપ અભ્યત્ર નિવૃત્તિરૂપ ઈન્દ્રિય, તેની જે (વિષય પારખવાની) શક્તિ વિશેષ તે ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિય કહેવાય.
આ ઉપકરણ અને અંતનિવૃત્તિરૂપ દ્રવ્યેન્દ્રિયને કથંચિત્ શક્તિ અને શક્તિમાનને ભેદ હોવાથી અર્થાતર ભેટ છે. આ બંનેને કથંચિત ભેદ આ પ્રમાણે છે તે અંતનિવૃત્તિ ઈનિદ્રય હોતે છતે દ્રવ્યાદિને આઘાત લાગવાથી ઉપકરણના વિઘાતને સંભવ છે. આને ભાવ એ છે કે,
કદંબ પુષ્પ વગેરે આકારરૂપ અંતનિવૃત્તિરૂપ ઇન્દ્રિયને અતિ કઠોરતર વાળાની ગર્જના વગેરેને આઘાત લાગવાથી ઉપકરણરૂપ શક્તિને નાશ થવાથી જીવો શબ્દાદિન ધ કરવા સમર્થ થઈ શકતા નથી.
ભાવેન્દ્રિય પણ લબ્ધિ અને ઉપગરૂપ-એમ બે પ્રકારે છે. લબ્ધિ ભાવેન્દ્રિય:શ્રેત્રેન્દ્રિયાદિના વિષયરૂપ, સમસ્ત આત્મપ્રદેશને આવરણ કરનારા કર્મોને જે ક્ષયે પશમ તે લબ્ધિભાવેન્દ્રિય આત્માની શ્રોત્રેન્દ્રિય વગેરેના વિષયને પારખવાની જે શક્તિ વિશેષ તે લબ્ધિ. ઉપયોગેન્દ્રિય – એટલે ઈદ્રિને પિતાના વિષયમાં લબ્ધિરૂપ ઈંદ્રિયેના અનુસાર આત્માને જે વ્યાપાર, પ્રણિધાન, તે ઉપયોગ, તે શ્રેત્ર વગેરેના ભેદે પાંચ પ્રકારે છે.
તેમાં કાન અત્યંતર નિવૃત્તિને આશ્રયી કદંબ પુષ્પના આકારે માંસના ગોળારૂપે છે. આંખ કંઈક ઊંચા અને વચ્ચે ગોળાકાર મસૂર નામના અનાજના દાણું જેવી દેખાય છે. નાક અતિમુક્તક એટલે શિરિષના કુલની જેમ કંઈક ગળાકાર અને વચ્ચે ઊંડુ છે. જીભ લાંબા ત્રિકોણાકારવાળા, કર્ણાટક દેશમાં પ્રસિદ્ધ સુરક નામના શસ્ત્રાકારે છે.
ચામડી અનેક વિવિધ આકારે છે. કેમકે શરીરના અસંખ્ય ભેદ છે તથા આ સર્વે ઈન્દ્રિયની જાડાઈ અંગુલના અસંખ્યાતમા ભાગે છે.
પ્રશ્ન:- જે સ્પર્શેન્દ્રિયની અંગુલના અસંખ્યાતમા ભાગની જાડાઈ હોય તે તલવાર વગેરેના ઘા થવાથી શરીરમાં પીડાને અનુભવ શી રીતે થાય છે?
ઉત્તર - સાચી હકીકત ન જાણતા હોવાથી તમારી આ વાત એગ્ય નથી. સ્પશેન્દ્રિયના વિષયરૂપે શીત વગેરે સ્પર્શે છે. જેમ આંખને વિષય રૂ૫ છે. તલવાર વગેરેનો ઘા થવાથી શરીરની અંદર ઠંડક વગેરે સ્પર્શને અનુભવ થતો નથી. પરંતુ ફક્ત દુઃખનો જ અનુભવ છે અને તે દુઃખને અનુભવ તાવ વિગેરેની વેદનાની જેમ આત્મા સંપૂર્ણ શરીરવડે અનુભવે છે, ફક્ત ચામડી વડે ભેગવે છે એવું નથી. માટે કઈ દોષ નથી.