________________
२४४
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ હાથી વગેરે ગર્ભજ ચતુષ્પદની ઉત્કૃષ્ટ અવગાહના એટલે દેહમાન છ ગાઉ છે. ઘે, નોળિયા વગેરે ગર્ભજ ભુજ પરિસર્પોની ઉત્કૃષ્ટ અવગાહના ગાઉ પૃથફત્વ છે. (પૃથકૃત્વ એટલે બેથી નવની સંખ્યા જાણવી)
વ્યાખ્યાનથી વિશેષ પ્રતિપત્તિ થાય છે. એ ન્યાયાનુસારે ગર્ભજ સંમૂર્ણિમ ગીધ વગેરે પક્ષીઓ રૂપ બેચરની અવગાહના ધનુષ પૃથકૃત્વ છે. ગર્ભજ મનુષ્યમાં ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉ છે. સંમૂચ્છિમ ચતુષ્પદ ગાય વગેરેની ઉત્કૃષ્ટ અવગાહના ગાઉપૃથકૃત્વ છે. સંમૂછિમ ભુજ પરિસર્પોની ઉત્કૃષ્ટ અવગાહના ધનુપૃથકત્વ છે સંમૂછિમ ઉર પરિસર્પ
જન પૃથક્વ છે. આ અવગાહના અમે પ્રજ્ઞાપના ગ્રંથના અવગાહના સંસ્થાનપદના કથનાનુસારે કહી છે. આ બધુંયે દેહમાન ઉત્કૃષ્ટપણે કહ્યું છે. જઘન્યથી બધાયે જીની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્પત્તિ સમયે જાણવી. (૧૧૦૪) ૧૮૮. આ જીવોની ઈન્દ્રિયનું સ્વરૂપ તથા વિષયગ્રહણ ઈન્દ્રિયનું સ્વરૂપ - -
कायंबपुष्फगोलय १ मसूर २ अइमुत्तयस्स कुसुमं च ३ । सोयं १ चक्खू २ घाण ३ खुरप्पपरिसंठिअं रसणं ४ ॥११०५॥ नाणागारं फासिदियं तु बाहल्लओ य सव्वाई । अंगुलअसंखभागं एमेव पुहुत्तओ नवरं ॥११०६॥
કદંબનાં પુષ્પ આકરે એટલે ગેળાકારે કાન, મસુરના આકારે આંખ, અતિમુક્તક એટલે શિરીષના કલાકારે નાક, ક્ષુરમ એટલે અસ્ત્રાકારે જીભ છે. સ્પશેન્દ્રિય વિવિધ આકારે છે. વળી બધીયે જાડાઈથી અંગુલના અસંખ્ય ભાગે છે અને પહેલાઈથી પણ એ પ્રમાણે જ છે.
પુનાત કુન્દ્રા એટલે આત્મા. બધાયે દ્રવ્યની પ્રાપ્તિરૂપ શ્રેષ્ઠ એશ્વર્ય ભગવનાર હોવાથી આત્મા એ ઈન્દ્ર છે. તે ઈન્દ્રરૂપ આત્માનું જે લિંગ કે ચિહ્ન તે ઈન્દ્રિય. તે ઈન્દ્રિયે, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બે પ્રકારે છે. તેમાં દ્રવ્યેન્દ્રિય ૧. નિવૃત્તિરૂપ અને ૨. ઉપકરણરૂપ-એમ બે પ્રકારે છે. | નિવૃત્તિ એટલે વિશિષ્ટ આકાર વિશેષરૂપે છે. તે નિવૃત્તિ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. બાહ્યનિવૃત્તિ ૩. બહાર દેખાતા કાન, નાક વગેરે છે. તે વિવિધ સ્વરૂપે છે. માટે તેને કેઈ નક્કી વિશિષ્ટ આકાર કહી શકાતો નથી. જેમ માણસના કાને આંખના બે પડખે રહેલ ભમ્મરોની ઉપરના બે ભાગે, શ્રવણબંધની અપેક્ષાએ સમ રહેલા છે. ઘેડાના બે કાન આંખના ઉપરના ભાગે છેડે અણીદાર આકારના છે.