________________
૧૮૭. એકેન્દ્રિય વગેરેનું શરીર પ્રમાણુ जोयणसहस्समहियं ओहपएगिदिए तरुगणेसु । मच्छजुयले सहस्सं उरगेसु य गब्भनाईसु ॥१०९९॥
ઘપણે એટલે સામાન્યથી એકેન્દ્રિમાં, વનસ્પતિકાયમાં સાધિક એક હજાર યોજન (ઉત્કૃષ્ટપણે) દેહમાન છે તથા મત્સ્ય યુગલ અને ગર્ભ જ ઉરપરિસર્ષમાં એક હજાર ચોજન દેહમાન હોય છે.
એકેન્દ્રિયમાં આઘપદે એટલે સામાન્યથી વિચારતા એટલે પૃથ્વીકાય વગેરે વિશેષ ભેદ ગ્રહણ કર્યા વગર એકેન્દ્રિયની અવગાહના એ ભાવ છે. અને ભેદ વિશેષ વિચારતા પ્રત્યેક વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ દેહમાન સાધિક એક હજાર જન પ્રમાણ જાણવું. આ દેહમાન સમુદ્રમાં ગોતીર્થ વગેરે સ્થાનમાં રહેલી લત્તાઓ કે કમળની નાળ વગેરેને આશ્રયી જાણવું. બીજી જગ્યાએ આટલાં દારિક દેહમાનને અસંભવ છે.
તેમજ પંચેન્દ્રિય તિય જળચર, સ્થળચર અને ખેચર-એમ ત્રણ પ્રકારે છે.
એમાં જળચર સંમૂછિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે અને તે બંને ભેદ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બબ્બે ભેદ ગણતા ચાર ભેદ જળચરના થયા.
સ્થળચરો, ચતુષ્પદ અને પરિસ પં—એમ બે પ્રકારે છે. ચતુષ્પદે ગર્ભ જ અને સંમૂછિમ-ભેદે છે. અને તે બંને ભેદો પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે ગણતા કુલ્લે ચાર ભેદ ચતુપદના થયા.
ઉરપરિસર્ષ અને ભુજપરિસપ–એમ બે ભેદે પરિસર્યો છે. આ બંને ભેદના ચાર ભેદ ચતુષ્પદની જેમ જાણવા એ પ્રમાણે સ્થળચરના બધા મળી બાર ભેદ થયા.
જળચરની જેમ ખેચરના પણ ચાર ભેદો છે. એમ તિર્યંચના વીસ ભેદીના શરીર પ્રમાણની વિચારણામાં મત્સ્ય યુગલ એટલે સંમૂ૭િમ અને ગર્ભ જરૂપ જળચરેનું દેહમાન તથા સાપ વગેરે ગર્ભ જ ઉરપરિસર્પો આ દરેકનું દેહમાન સંપૂર્ણ એક હજાર જન છે. (૧૦૯૯) उस्सेहंगुलगुणियं जलासयं जमिह जोयणसहस्सं । तत्थुप्पन्न नलिणं विनेय भणिय मित्तंतु ॥११००॥ जं पुण जलहिदहेसु पमाणजोयणसहस्समाणेसु । उप्पज्जइ वरपउभं तं जाणसु भूवियारंति ॥११०१॥
જે જળાશય ઉસેધાંગુલ પ્રમાણુ વડે એક હજાર યોજન ઊંડું હોય, ત્યાં ઉત્પન્ન થયેલ કમળનું આગળ કહેલ દેહમાન જાણવું. જે સમુદ્ર કે ૩૧