________________
૨૪૦
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
પંચસંગ્રહમાં કહ્યું છે, કે “વિઝાળ ૨ વાનરર્સ સંકસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચ મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત આઠ ભવની છે. તેમાં સાત ભ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યના હોય છે. આઠમે ભવ અસંખ્યાત વર્ષના યુવાળાને જ હોય છે. આને ભાવ એ છે કે,
પર્યાપ્ત મનુષ્ય કે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચે સતત ઉપરા-ઉપરી સાત મનુષ્ય તિર્યંચના અનુભવી જે આઠમા ભાવમાં ફરીવાર તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન થાય તે નિયમ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય, પણ બીજે નહીં. અને અસંખ્યાયુષ્યવાળા મરીને દેવમાં જ ઉત્પન્ન થાય છે. તેથી નવમો ભવ મનુષ્ય કે તિર્યંચને નિરંતર થતો નથી. આઠ ભોમાં ઉત્કૃષ્ટથી કાળમાન ત્રણ પલ્યોપમ સાધિક પૂર્વડ પૃથફત્વ થાય છે. જઘન્યથી બધાની કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. (૧૦૯૪–૧૦૯૫). ૧૮૬. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સંસી જીવોની ભવસ્થિતિ
बावीसइ सहस्सा सत्तेव सहस्स तिन्निऽहोरत्ता । वाए तिन्नि सहस्सा दसवाससहस्सिया रुक्खा ॥१०९६।। संवच्छराई बारस राइदिय हुति अउणपन्नासं । छम्मास तिन्नि पलिया पुढवाईणं ठिउकोसा ॥१०९७॥
પૃથ્વીકાયથી લઈ મનુષ્ય સુધીનાની આયુરૂપ ઉત્કૃષ્ટસ્થિતિ આ પ્રમાણે છે. પૃથ્વીકાયની ભવસ્થિતિ બાવીસ હજાર વર્ષ, અષ્કાયની સાત હજાર વર્ષ, તેઉકાયની ત્રણ અહોરાત્રી, વાયુકાયની ત્રણ હજાર વર્ષ, વનસ્પતિકાયની દશ હજાર વર્ષની છે. તથા બેઇન્દ્રિયની બાર વર્ષ, તેઈન્દ્રિયની ૪૯ દિવસની, ચીરિદ્રિયની છ મહિનાની સંજ્ઞી. પંચેન્દ્રિય મનુષ્ય તિર્યંચની ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે.
આ ઉત્કૃષ્ટસ્થિતિ પ્રાયઃ કરી નિરુપદ્રવ સ્થાનમાં રહેલાઓની જાણવી. એ પ્રમાણે આગળ પણ જાણવું. (૧૦૯૬-૧૯૯૭)
આ પ્રમાણે સામાન્યપણે પૃથ્વીકાયની ઉત્કૃષ્ટસ્થિતિ કહી હવે પૃથ્વીકાયના ભેદ વિશેષ કહે છે. सण्हा य १ सुद्ध २ वालुय ३ मणोसिला ४ सकरा य ५ खरपुढवी ६ । एकं १ बारस २ चउदस ३ सोलस ४ अट्ठार ५ बावीसा ६ ॥१०९८॥
મરુસ્થલ (મારવાડ) વગેરેની ઝલક્ષણ પૃથ્વીકાયનું એક હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, શુદ્ધ એટલે કુમારમાટી તેનું બાર હજાર વર્ષનું, વાલુકા એટલે રેતી તેનું ચૌદ હજાર વર્ષ, મનઃશિલાનું સેળ હજાર વર્ષ, શર્કરા એટલે પથરા જેવા કાંકરાનું અઢાર હજાર વર્ષ, ખર પૃથ્વી એટલે શિલા કે પત્થરરૂપ પૃથ્વીકાયનું બાવીસ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. જઘન્યથી તે બધાનું અંતમુહૂર્ત છે. (૧૯૯૮)