________________
૧૮૫. એકેન્દ્રિય વિકલેન્દ્રિય સંજ્ઞીજીની કાયસ્થિત
૨૩૯ કાળથી છે. ક્ષેત્રથી અસંખ્યાતા લેક પ્રમાણ એટલે અસંખ્યાતા કાકાશમાં રહેલા આકાશપ્રદેશને દરેક સમયે અપહરતા સર્વ આકાશપ્રદેશનો અપહાર જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીમાં થાય, તેટલા કાળ પ્રમાણ કાયસ્થિતિ જાણવી.
વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનંત ઉત્સર્પિણ અવસર્પિણી કાળ પ્રમાણ જાણવી, આ પણ કાળથી છે. અને ક્ષેત્રથી આગળ કહ્યા પ્રમાણે અનંતા કાકાશ પ્રમાણની છે. તે અસંખ્યાતા પુદગલપરાવર્તકાળ પ્રમાણ છે. અને તે પુદ્ગલ પરાવર્તે આવલિકાના અસંખ્યાતમા ભાગે જેટલા સમયે થાય, તેટલા સમય પ્રમાણ જાણવા. આ કાયસ્થિતિ સંવ્યવહાર રાશિના જીવ આશ્રયી જાણવી. અસંવ્યવહાર રાશિના જ આશ્રયી અનાદિ કાળ જાણ. તેથી મરુદેવામાતાના પ્રસંગ સાથે વ્યભિચાર આવતા નથી.
પૂ. ક્ષમાશ્રમણુજીએ કહ્યું છે કે, તથા કાયસ્થિતિને કાળ વગેરે જીવ વિશેષને આશ્રયીને છે. પણ જે સંવ્યવહારરાશિ બાહ્ય અનાદિ વનસ્પતિ એટલે અવ્યવહાર રાશિ છે તેને આશ્રયી જે અસંવ્યવહારિક જીવની અનાદિકાય સ્થિતિ છે, તે પણ કેટલાક જાની અનાદિ અપર્યવસાન એટલે અનાદિ અનંત કાળની જાણવી, કેમકે તે જીવે ક્યારે પણ અસંવ્યવહાર રાશિમાંથી નીકળી સંવ્યવહાર રાશિમાં આવવાના નથી. માટે કેટલાક જીની અનાદિ સપર્યવસાન એટલે અનાદિસાંત કાયસ્થિતિ છે. કેમકે તે જ અસંવ્યવહાર રાશિમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવનારા છે. માટે
પ્રશ્ન - અસાંવ્યવહાર રાશિમાંથી નીકળી જ સંવ્યવહાર રાશિમાં આવે છે?
ઉત્તર:- વિશેષણવૃત્તિમાં કહ્યું છે કે “અહીં જેટલા જ સંવ્યવહાર રાશિમાંથી સિદ્ધ થાય છે. તેટલા છે તેમાં અનાદિ વનસ્પતિકાયની રાશિમાંથી આવે છે. તેમાં જે જ અનાદિ સૂક્ષમ નિગોદમાંથી નીકળી અન્ય જીવનિકાયમાં ઉત્પન્ન થાય છે, તે છે પૃથ્વીકાય વગેરેના વિવિધ વ્યવહારને પામવાના કારણે સાંવ્યવહારિક કહેવાય છે. જે વળી અનાદિ કાળથી લઈ સૂમ નિગદમાં રહ્યા છે. તેઓ તેવા પ્રકારનાં પૃથ્વી વગેરેના વ્યવહાર રહિત હોવાથી અસાંવ્યવહારિક કહેવાય છે. •
તેમાં સાંવ્યવહારિક જીવે સૂક્ષમ નિગોદમાંથી નીકળી બીજી જવનિકામાં ઉત્પન્ન થાય છે. તે અન્ય જીવનિકામાંથી નીકળી કેટલાક ફરીવાર પણ તે જ નિગોદમાં ઉત્પન્ન થાય છે. પરંતુ ત્યાં પણ તે જીવો સંવ્યવહાર રાશિના જ કહેવાય છે. કારણ કે -વ્યવહારમાં આવ્યા હોવાથી.
તે વ્યવહાર નિગોદમાં ગાથામાં (સૂત્ર) કહેલ ઉત્કૃષ્ટ અવસ્થાન એટલે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાળમાન જાણવું. અસાંવ્યવહારિક જીવો તે હંમેશા નિગોદમાં જ જન્મ-મરણ પામનારા હેવાથી, ક્યારે પણ ત્રસાદિભાવને પામ્યા નથી.
વિકલેન્દ્રિય એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચરિંદ્રિયની દરેકની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની છે.