________________
૧૭૭. નારકેની ઉત્પત્તિ અને વ્યવનને વિરહકાળ
૨૨૯ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે –“તર્થ =ા ના સત્તર વેરવિયા સા =જોનું અંગુર કાર માં કોણે ઘણુતા તેમાં જે ઉત્તરક્રિય છે, તે જઘન્ય અંગુલને સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી હજાર ધનુષ.”
તથા અનુગદ્વારસૂત્રમાં હરિભદ્રસૂરિ પણ કહે છે “ઉત્તરવૈકિય તેવા પ્રકારના પ્રયત્નના અભાવથી પહેલા સમયે પણ અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (૧૦૮૦) ૧૭૭. નારકની ઉત્પત્તિ અને ચ્યવનનો વિરહકાળ चउवीसई मुहुत्ता १ सत्त अहोरत्त २ तह य पन्नरस ३ । भासो य ४ दोय ५ चउरो ६ छम्मासा ७ विरहकालो उ ॥१०८१॥ उकोसो स्यणाइसु सव्वासु जहनओ भवे समओ । एमेव य उव्वट्टण संखा पुण सुर वरू तुल्ला ॥१०८२॥
રત્નપ્રભા વિગેરે સર્વ નરકમાં ૧. વીસ મુહૂર્ત, ર. સાત અહોરાત્ર, ૩. પંદર દિવસ, ૪. એક મહિને, પ. બે મહિના ૬. ચાર મહિના ૭. છ મહિના ઉત્કૃષ્ટથી (અનુક્રમે) વિરહકારી છે. જઘન્યથી એક સમય હોય છે. એ પ્રમાણે વન-મરણને વિરહકાળ છે અને અવન-મરણની સંખ્યા દેના સમાન જાણવી.
નરકગતિમાં તિર્યચ-મનુષ્યગતિના છ એક ધારા સતત ઉત્પન્ન થાય છે. તેમાં ક્યારેક અંતર પણ પડે છે. તે અંતર સામાન્યથી બધી નરકગતિને આશ્રયી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત છે. આટલા વખત સુધી બીજી ગતિમાંથી આવી એક પણ જીવ નરકગતિમાં ઉત્પન્ન થતું નથી. એ ભાવ છે. આ હકીકત સૂત્ર (ગાથા)માં નહીં હોવા છતાં પણ જાતે જાણી લેવી. સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે,
“હે ભગવંત! નરકગતિમાં કેટલો કાળ ઉપપત-વિરહનો કહ્યો છે. હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત.
દરેક પૃથ્વીઓમાં ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ એટલે જન્મને અંતરકાળ એટલે વિરહકાળ આ પ્રમાણે છે. ૧. રત્નપ્રભામાં વીસ મુહૂર્ત, ૨. શર્કરા પ્રભામાં સાત અહેરાત્ર, ૩. વાલુકાપ્રભામાં પંદર દિવસ, ૪. પંકપ્રભામાં એક માસ, ૫. ધૂમપ્રભામાં બે માસ, ૬. તમઃપ્રભામાં ચાર માસ, ૭. તમતમ પ્રભામાં છ માસ ઉત્કૃષ્ટથી વિરહકાળ છે, જઘન્યથી રત્નપ્રભા વિગેરે બધીયે પૃથ્વીઓમાં દરેકને એક સમયને વિરહકાળ છે.
જે પ્રમાણે ઉત્પત્તિ વિરહકાળ કહ્યો એ પ્રમાણે ઉદ્વર્તન એટલે મરણને વિરહકાળ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટથી કહે. આનો ભાવ આ પ્રમાણે છે કે, નરકમાંથી નારકે