________________
२३०
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ પ્રાયઃ કરી સતત મરતા જ હોય છે. ક્યારેક એમાં અંતર પણ પડે છે. તે સામાન્યથી નરકગતિ આશ્રયી જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી બાર મુહુર્તને વિરહકાળ છે. વિશેષથી વિચારતા તે જઘન્યથી બધીયે પૃથ્વીઓમાં યવનને વિરહકાળ એક સમય છે અને ઉત્કૃષ્ટથી રત્નપ્રભામાં ચોવીસ મુહૂર્ત, શર્કરા પ્રભામાં સાત દિવસ, વાલુકાપ્રભામાં પંદર દિવસ, પંકપ્રભામાં એક મહિને, ધૂમપ્રભામાં બે માસ, તમ પ્રભામાં ચાર મહિના અને તમતમ પ્રભામાં છ મહિના એક નારક જીવ મરણ પામ્યા પછી વધુમાં વધુ આટલા વખતે બીજે નારક જીવ એવે છે એ ભાવ છે.
એક સમયમાં કેટલી સંખ્યામાં નારકે ઉત્પન્ન એટલે જન્મે છે અને શ્યવે એટલે મરે છે. તેની સંખ્યા કહે છે.
તે નારકે દેવોની સંખ્યા સમાન મરે છે અને જન્મે છે. એટલે જે પ્રમાણે દેવોની સંખ્યા કહેવાશે તે પ્રમાણે જાણવી. આ પ્રમાણે જઘન્યથી એક સમયે નારકોની ઉત્તપત્તિ અને ચ્યવનની સંખ્યા એક અથવા બે હોય છે અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાતા હોય. (૧૦૮૧-૧૦૮૨ ).
૧૭૮. નારકોની લેશ્યા काऊ १ काऊ २ तह काऊनील ३ नीला ४ य नीलकिण्हा ५ य । किण्हा ६ किण्हा ७ य तहा सत्तसु पुढवीसु लेसाओ ॥१०८३॥
૧. કાપત, ર. કાપત, ૩. કાપતનીલ, ૪. નીલ, પ. નીલકૃષ્ણ, ૬. કૃષ્ણ, તથા ૭. કૃષ્ણ. આ પ્રમાણે સાતે પૃથ્વીઓમાં લેયા છે.
સામાન્યથી નારકને છ લેગ્યામાંથી પહેલી ત્રણ કૃષ્ણ, નીલ, કાપત નામની જ લેશ્યા હોય છે. તે ત્રણ લેશ્યાઓ દરેક નરકમાં કઈ-કઈ હોય છે તે કહે છે. તેમાં કાપત વિગેરે લેશ્યાઓ સાતે નરક પૃથ્વીઓમાં યથાસંખ્ય હોય છે. તે આ પ્રમાણે. રત્નપ્રભામાં ફક્ત એક કાપત લેશ્યા જ હોય છે, શર્કરા પ્રભામાં પણ કાપોત લેશ્યા જ છે. પણ રત્નપ્રભા કરતાં લિખતર જાણવી. એ પ્રમાણે બધા સ્થળે સજાતીય અને વિજાતીય વેશ્યાઓ જેમ જેમ નીચે જઈએ તેમ-તેમ ફિલણતર, ફિલwતમ કહેવી. વાલુકાપ્રભામાં કાપત અને નીલ ગ્લેશ્યા હોય છે. એટલે ઉપરના કેટલાંક પ્રતમાં કાપત લેશ્યા છે અને નીચેના કેટલાંક પ્રતરમાં નીલલેયા છે એવો ભાવ છે.
પંકપ્રભામાં ફક્ત નલલેશ્યા જ છે. ધૂમપ્રભામાં નીલલેશ્યા અને કૃષ્ણલેશ્યા છે. એટલે ઉપરના કેટલાંક પ્રતરમાં નીલલેશ્યા છે અને બાકીના નીચેના પ્રતોમાં કૃષ્ણલેશ્યા