________________
૨૨૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ તે આ પ્રમાણે-રત્નપ્રભા નારકના શરીર પ્રમાણુથી બે ગણું શર્કરા પ્રભામાં પંદર ધનુષ, બે હાથ બાર આગળ શરીર પ્રમાણ છે. એ પ્રમાણે વાલુકાપ્રભામાં એકત્રીસ ધનુષને એક હાથ, પંકપ્રભામાં બાસઠ ધનુષને બે હાથ, ધૂમપ્રભામાં એક પચીસ ધનુષ, તમ:પ્રભામાં અઢીસે (૨પ૦) ધનુષ, તમતમપ્રભામાં પાંચસે ધનુષનું દેહમાન છે. (૧૦૭૭-૧૦૭૮) હવે દરેક પૃથ્વીમાં ઉત્કૃષ્ટથી ઉત્તર વૈક્રિય શરીર અવગાહના કહે છે.
जा जम्मि होइ भवधारणिज्ज अवगाहणा य नरएसु । *सा दुगुणा बोद्धवा उत्तरवेउवि उक्कोसा ॥१०७९॥
જે નરકમાં જે ભવધારણીય અવગાહના હોય, તેનાથી ત્રિગુણી આવગાહનો, ઉત્તરવૈકિય શરીર ઉત્કૃષ્ટથી હોય છે.
સાતે નરક પૃથ્વીઓમાં જે નરકમાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના કહી છે. તે દ્વિગુણી કરતાં જેટલી અવગાહના થાય તેટલી તે નરક પૃથ્વીમાં ઉત્કૃષ્ટથી ઉત્તરવૈક્રિય અવગાહના જાણવી.
તે આ પ્રમાણે- રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ ઉત્તરવૈક્રિય અવગાહના પંદર ધનુષ અને અઢી હાથ છે. શર્કરામભામાં એકત્રીસ ઘનુષ અને એક હાથ, વાલુકાપ્રભામાં બાસઠ ધનુષ બે હાથ, પંકપ્રભામાં એક પચીસ ધનુષ, ધૂમપ્રભામાં બસે પચ્ચાસ ધનુષ, તમપ્રભામાં પાંચસે ધનુષ, તમતમ પ્રભામાં એક હજાર ધનુષનું ઉત્તરવૈકિય માન છે. (૧૦૭૯) હવે ભવધારણુય અને ઉત્તરક્રિય શરીરની જઘન્ય અવગાહના કહે છે.
भवधारणिज्जरूवा उत्तर विउव्विया य नरए । ओगाहणा जहन्ना अंगुल अस्संखभागो उ ॥१०८०॥
નરકમાં ભવધારણીય અને ઉત્તરક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ છે.
બધીયે નરક પૃથ્વીઓમાં નારકેની ભવધારણીય અને ઉત્તરક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ છે. આ જઘન્ય અવગાહના ઉત્પત્તિ સમયે જાણવી. બીજા વખતે નહિ. ઉત્તરવૈકિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે પણ પ્રારંભ વખતે જાણવી. તે પણ ઉત્તરક્રિયની રચના વખતે પ્રથમ સમયે પણ તેવા પ્રકારના પ્રયત્ન ન હોવાથી અંગુલને સંખ્યાતમો ભાગ માત્ર જ છે. પણ અસંખ્યાત ભાગ પ્રમાણ નથી.
કેટલાક આચાર્યો “કુછ વસંત મારો ” એ પ્રમાણે બેલતા ઉત્તરકિય શરીરની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ પ્રમાણ કહે છે.” તે વાત બરાબર નથી કારણ કે સિદ્ધાંત સાથે વિરોધ આવે છે.