________________
૨૧૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ભરત ટીકાકાર અભિનવ ગુપ્ત પણ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. હવે સંપ્રાપ્ત કામ સંક્ષેપથી કહે છે. ૧. દષ્ટિસંપાત એટલે સ્ત્રીના સ્તન વિગેરે જેવા. ૨. દષ્ટિસેવા એટલે હાવ-ભાવપૂર્વક તેની આંખથી આંખ મેળવવી. ૩. સંભાષણ એટલે યેગ્ય વખતે કામકથા કરવી. ૪. હાસ્ય એટલે વક્તિ -કટાક્ષપૂર્વક હસવું. ૫. લલિત એટલે પાસા વિગેરેથી રમત કરવી. ૬. ઉપગૂઢ એટલે ગાઢપણે વળગવું. ૭. દંતપાત એટલે દાંત છેદનવિધિ-દાંત કરડવા. ૮. નખનિપાત એટલે નખ મારવા. ૯. ચુંબન એટલે મુખ મેળવવા. ૧૦. આલિંગન એટલે કંઈક સ્પર્શ કરવું. ૧૧. આદાન એટલે સ્તન વિગેરે પકડવા.
૧૨. કરસેવન એટલે સુરત ક્રિડાના આરંભરૂપ યંત્ર એટલે આસન કરવું તે. જે વાત્સ્યાયન ગ્રંથમાં ચોર્યાસી પ્રકારે પ્રસિદ્ધ છે.
૧૩. આસેવન એટલે મૈથુનકિયા. ૧૪. અનંગક્રિડા એટલે મઢા વિગેરેમાં અર્થ ક્રિયા કરવી. (૧૦૬૩-૧૯૬૫)
૧૭. સપ્રાણું इदिय ५ बल ३ ऊसासा १ उ १ पाण चउ छक सप्त अद्वेव । इगि विगल असन्नी सन्नी नव दस पाणा य बोद्धवा ॥१०६६।। ઈન્દ્રિય, બલ, શ્વાસે શ્વાસ, આયુષ્ય એ પ્રમાણે દસ પ્રાણે છે.
એકેન્દ્રિયને ચાર, વિકલેદ્રિયને છ, સાત અને આઠ, અસણીને નવ અને સંસીને દસ પ્રાણે જાણવા.
ઈન્દ્રિય, બલ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય પ્રાણ કહેવાય છે, તે પ્રમાણે આ પ્રમાણે દસ પ્રકારે છે.
સ્પર્શેન્દ્રિય વિગેરે પાંચ ઇન્દ્રિય, મન-વચન-કાયારૂપ ત્રણ બલ, ઉચ્છવાસ શબ્દ સાથે સદા સાથે રહેનાર નિઃશ્વાસ પણ લે એટલે શ્વાસોશ્વાસ અને આયુષ્ય-એમ દસ માણે છે.
હવે જે જીવને જેટલા પ્રાણે, સંભવી શકે તે કહે છે.