________________
૧૭૦, દસપ્રાણ
૨૧૯ એકેન્દ્રિયોને ચાર પ્રાણ, વિલેંદ્રિયમાં બેઈદ્રિયને છે, તેઈન્દ્રિયને સાત, અને ચૌરેન્દ્રયને આઠ પ્રાણ છે તેની વિચારણા આ પ્રમાણે છે.
સ્પર્શનેન્દ્રિય, કાયબલ, શ્વાસોશ્વાસ, આયુષ્ય-એમ ચાર પ્રાણે પૃથ્વીકાય વિગેરે એકેન્દ્રિયને હોય છે.
સ્પર્શનેન્દ્રિય, રસનેંદ્રિય કાયબલ, વચનબલ, શ્વાસે શ્વાસ અને આયુષ્ય-એમ છે પ્રાણે બેઈન્દ્રિયને હેય છે.
ઉપરોક્ત છ પ્રાણેને ઘણે દ્રિય સહિત કરતા સાત પ્રાણે તેઈન્દ્રિયને હોય છે. ઉપરોક્ત સાત પ્રણને ચક્ષુરિંદ્રિય સહ ગણતા આઠ પ્રાણે ચીરંદ્રિયને હોય છે.
પાંચ ઈન્દ્રિય, કાયબલ, વચનબલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય-એમ નવ પ્રાણ અસંજ્ઞી પંચેન્દ્રિયને જાણવા. સંજ્ઞી પંચેન્દ્રિયને પૂર્વોક્ત દશ પ્રાણ હોય છે. (૧૦૬૬)
૧૭૧. “દસ કલ્પવૃક્ષ” मत्तगया य १ भिंगा २ तुडियंगा ३ दीव ४ जोइ ५ चित्तंगा ६ । चित्तरसा ७ मणियंगा ८ गेहागारा ९ अणियणा य १० ॥१०६७॥
મત્તાંગક, ભાંગ, તડિતાંગ, દીપ, જ્યોતિ, ચિત્રાંગ, ચિત્રરસા, મણિઅંગ, ગેહાકાર, અનગ્ના-એ દસ કલપવૃક્ષે છે.
૧. મત્ત એટલે મદ. તેનું જે અંગ એટલે કારણ, તે મદિરા, મદિરાને આપનારા તે મત્તાંગક અથવા મત્ત એટલે મદ. તેનું અંગ એટલે કારણ તે મદિરારૂપ છે. જેમાં તે મત્તાંગ-મત્તાંગ જ-મત્તાંગ કહેવાય.
૨. ભૂતાંગ ભૂત એટલે ભરવું પુરવું. તેને કારણરૂપ ભતાંગ એટલે વાસ-ભાજને કહેવાય. ભરણક્રિયા વાસણ વગર થાય નહીં, તેથી તે પ્રાપ્ત કરાવનાર વૃક્ષે પણ ભૂતાંગ કહેવાય. પ્રાકૃતમાં “મિંગા” કહેવાય.
૩. ત્રુટિત એટલે સૂર્ય વાજિંત્ર. તેના કારણરૂપ જે વૃક્ષો તે ત્રુટિતાંગ કહેવાય. ૪. દીપ એટલે પ્રકાશક વસ્તુ. તેના કારણરૂપ જે વૃક્ષ તે દીપાંગ કલ્પવૃક્ષ કહેવાય.
૫. જ્યોતિ એટલે અગ્નિ. સુષમસુષમા કાળમાં અગ્નિને અભાવ હોવાથી જાતિની જેમ જે વસ્તુ ગરમીવાળા પ્રકાશવાળી હોય છે, તે વસ્તુના કારણરૂપ હોવાથી તે કલ્પવૃક્ષે તિરંગ કહેવાય.
૬. ચિત્ર શબ્દ અનેક પ્રકારની વિવક્ષાપૂર્વક પ્રધાનતાવાળો હેવાથી (વિવિધ પ્રકારની) માળાઓના કારણરૂપ જે કલ્પવૃક્ષ તે ચિત્રાંગ.