________________
૨૧૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ઋજુસૂત્ર વિગેરે તે હિંસા વિચારના પ્રસંગે પ્રકરણમાં બાહ્ય વસ્તુમાં રહેલ હિંસાને માનતા નથી. આથી તેમના મતે તેવા પ્રકારના હિંસક અધ્યવસાય યુક્ત આત્મા જ હિંસા. છે. પણ મનુષ્યો વિગેરે પર્યાના નાશરૂ૫ બાહ્ય હિંસા નથી. કહ્યું છે કે –
સાય વેવ ૩ હિં” “આત્મા જ હિંસા છે.” તેથી સંરંભ એટલે સંકલ્પ જ હિંસા છે, સમારંભ તથા આરંભ હિંસા નથી. આ પ્રમાણે ઋજુસૂત્ર વિગેરે નો મત છે. (૧૮૬૦)
૧૬૮. “અઢાર ભેદે બ્રહ્મચર્ય” दिव्या कामरइसुहा तिविहं तिविहेण नवविहा विरइ । ओरालियाउवि तहा तं बभं अट्ठदसभेयं ॥१०६१॥
દિવ્યકામ રતિ સુખનો ત્રિવિધે-ત્રિવિધ ત્યાગ કરવારૂપ નવ પ્રકારની વિરતિ તથા એ પ્રમાણે દારિક, શરીર સંબંધી પણ નવ પ્રકારની વિરતિ-એમ અઢાર ભેદે બ્રહ્મચર્ય છે.
- દિવિ એટલે દેવલોકમાં થયેલ તે દિવ્ય તે વૈકિય શરીરમાં હોય છે. જે ઈચ્છાય તે કામ એટલે વિષયે, તે વિષયોમાં રતિ એટલે આસક્તિ. તે આસક્તિથી જે સુખ, તે કામરતિ સુખ એટલે સુરત–સંભોગસુખ. તે દિવ્ય કામસુખ રતિની કરવા-કરાવવાઅનુમેદવારૂપ મન-વચન-કાયાથી ત્યાગ કરવાપૂર્વક ત્રિવિધે-ત્રિવિધ નવ પ્રકારે જે વિરતિ તે દિવ્ય કામસુખ રતિ વિરતિ.
એ પ્રમાણે ઔદારિક શરીરવાળા તિર્યંચ મનુષ્યથી થતી કામસુખ રતિની પણ ત્રિવિધે–વિવિધ નવ પ્રકારની વિરતિ–આ પ્રમાણે અઢાર પ્રકારે બ્રહ્મચર્ય થાય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. મન વડે અબ્રહ્મ હું કરું નહીં, કરાવું નહીં અને કરતાને અનુમદુ નહીં. એ પ્રમાણે વચનથી ત્રણ પ્રકાર અને કાયાથી ત્રણ પ્રકાર થયા. દિવ્ય બ્રહ્મચર્યમાં નવભેદો અને ઔદારિકમાં પણ નવ ભેદ-એમ અઢાર ભેદ થાય છે. (૧૯૬૧)
૧૬૯. કામના ચોવીસ પ્રકાર कामो चउवीसविहो संपत्तो खलु तहा असंपत्तो । चउदसहा संपत्तो दसहा पुण होअसंपत्तो ॥१०६२॥
વીસ પ્રકારે કામ છે. તે સામાન્યથી બે પ્રકારે છે. ૧. સંપ્રાસ અને અસંપ્રાસ. એમાં કામીઓના પરસ્પર મેલાપથી જે કામ થાય તે સંપ્રાપ્ત. વિગરૂપ અસંપ્રાસ.. તેમાં ચૌદ પ્રકારે સંપ્રાપ્ત કામ છે અને દસ પ્રકારે અસંપ્રાપ્ત કામ છે.
શેડો વિષય હોવાથી અસંપ્રાપ્ત કામ પહેલા કહે છે.