________________
૧૬૭. “પરિણામના એકસો આઠ ભેદ.”
૨૧૫ સંકલ્પ વિગેરેનું સ્વરૂપ – संकप्पो संरंभो १ परितावकरो भवे समारंभो २ । आरंभो ३ उद्दवओ सुद्धनया चणं सव्वेसि ॥१०६०॥
સંરંભ એટલે સંક૯પ. સમારંભ એટલે પરિતાપ વડે પીડાકારક થાય અને આરંભ એટલે જીવની હિંસા. એ અર્થ સર્વશુદ્ધનયોને માન્ય છે.
હુ પ્રાણાતિપાત કરૂં એવો જે સંક૯૫ એટલે અધ્યવસાય તે [સંરંભ કહેવાય. બીજાને જે પીડાકારક ક્રિયા તે સમારંભ, અને જીવથી મારી નાખવારૂપ જે ક્રિયા તે આરંભ. આ સંરંભ વિગેરે ત્રણેય બધા શુદ્ધનયોને માન્ય છે. આને ભાવ એ છે કેનિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-એમ સાત નો છે. અંદર શુદ્ધિ કરતા હોવાથી શુદ્ધ એટલે જે ન જીવના કમલેને શુદ્ધ કરે તે શુદ્ધ નગમ, સંગ્રહ, વ્યવહારરૂપ ત્રણ શુદ્ધ નયે છે. આ ન અનુયાયી એટલે જેની પરંપરા પાછળ ચાલતી રહે એવા દ્રવ્યને સ્વીકારનારા છે. તેથી ભવાંતરમાં કરેલા કર્મોના ફળનો ભગવટ સંભવી શકતો હોવાથી સધર્મ દેશના વિગેરે પ્રવૃત્તિથી તાવિક શુદ્ધિ થાય છે. તેથી જ આ ન શુદ્ધ છે.
જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ, એવંભૂતરૂપ ચાર ન અશુદ્ધ છે. કારણ કે તેઓ ફક્ત પર્યાયને જ સ્વીકારે છે. અને પર્યામાં પરસ્પર એક બીજાથી આત્યંતિક ભેદને સ્વીકારે છે. આ પ્રમાણે હોવાથી કરેલ કાર્યને નાશરૂપ કૃતવિનાશ આદિ દેષ આવશે. તે આ પ્રમાણે–
મનુષ્ય કરેલ કર્મને દેવ ભગવે છે. મનુષ્ય અવસ્થાથી દેવ અવસ્થા જુદી છે. તેથી મનુષ્ય કરેલ કર્મને નાશ થાય છે. કારણ કે મનુષ્ય કરેલ કમ તેઓ ભોગવી ન શકતા હોવાથી અને દેવો ફલો ભેગવતા હોવાથી તેમનો અકૃતાભ્યાગમ એટલે ન કરેલ કાર્યના ફળની પ્રાપ્તિરૂપ દોષ આવે છે. કેમકે દેવે તે કાર્ય ન કર્યું હોવાથી કૃતનાશ વિગેરે દેષ જાણે છતે કેઈપણ ધર્મશ્રવણ અનુષ્ઠાનમાં પ્રવર્તશે નહીં. આથી મિથ્યાત્વ શુદ્ધિને અભાવ થાય છે. તે શુદ્ધિનો અભાવ હોવાથી આ નયે અશુદ્ધ છે.
અથવા અહીં ગાથામાં પ્રાકૃતના કારણે શુદ્ધનચાળ ની આગળ રહેલ કારને લોપ થયો છે. એમ જાણવું. માટે અશુદ્ધ બધાયે નયને આ સંરંભ વિગેરે ત્રણે માન્ય છે. પણ શુદ્ધનયોને નહીં. તેથી નિગમ, વ્યવહાર, સંગ્રહરૂપ પહેલા ત્રણ ન વ્યવહારપરક હોવાથી અશુદ્ધ છે. અને પાછળના ચાર ન નિશ્ચયકારક હોવાથી શુદ્ધ છે. આને ભાવ આ પ્રમાણે છે -
સંરંભ, સમારંભ અને આરંભરૂપ ત્રિક નૈગમ વિગેરે ત્રણ નાને જ સંમત છે. કારણ કે વ્યવહારપરક હોવાથી તેમના મતે ત્રણેને સંભવ હોઈ શકે.