________________
૧૯૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
પ્રશ્ન :- જે વાળા વડે ઠાંસી ઠાંસીને સંપૂર્ણ ભરેલા પલ્પમાં અગ્નિ વગેરે પણ જરાયે અસર કરી શકતા નથી ત્યાં વાળ વડે નહીં સ્પર્શાયેલા આકાશપ્રદેશો શી રીતે સંભવે? જેથી તમે કહી શકે કે વાળા વડે અસ્કૃષ્ટ આકાશપ્રદેશે છે ?
ઉત્તર - વાળાના અસંખ્યાતા ટુકડા કરવા છતાં પણ, આકાશપ્રદેશે અતિ સૂક્ષમ હોવાથી તેના કરતાં અસંખ્યગુણ છે. અહીં આ બાબતમાં પ્રશ્નોત્તર રૂપે અનુગ દ્વારનું સૂત્ર કહે છે. “ત્યાં એક પ્રશ્નકાર પ્રરૂપકને આ પ્રમાણે કહે છે કે “તે પલ્યના જે આકાશપ્રદેશે છે, તે વાળા વડે નહીં સ્પર્શાયેલા એમ હોય?
હા. હોય છે. એમાં કયું દષ્ટાંત છે. જેમ કેઈક એક ખાડે હોય તેને કેળાવડે સંપૂર્ણ ભર્યો હોય, તેમાં બીજેરા નાંખે તે તે પણ તેમાં સમાય. તેમાં આમળા નાંખે તે તે પણ તેમાં સમાય, તેમાં બેર નાંખે તો તે પણ સમાય. તેમાં ચણ નાંખે તે તે પણ સમાય. એમ આ દષ્ટાંત વડે તે પલ્યના આકાશપ્રદેશ તે વાળા વડે અસ્પર્શાયેલા હોય છે. સૂત્ર (૩૩૭)
આ પ્રમાણે અર્વાન્ દષ્ટિ એટલે બાદરદષ્ટિવાળા યક્ત પાલામાં પોલાણના અભાવે અસ્પષ્ટ આકાશપ્રદેશની સંભાવને ન કરે છતાં પણ સૂક્ષમ પણ વાલા બાદર છે તે આકાશપ્રદેશ અતિ સૂક્ષમ હેવાથી અસંખ્યાતા આકાશપ્રદેશો અસ્પર્શાયેલા હોય છે. અતિ ઘન મજબૂત એવા થાંભલા હોવા છતાં પણ તેમાં ખીલી વગેરેને ઠેકતા તે ઘણી અંદર પેસી શકે છે. તે થાંભલામાં પિલાણ વગર સંભવે નહિ.
પ્રશ્ન - જે આકાશપ્રદેશે વાળા વડે સ્પર્શાયેલા કે ન સ્પર્શાયેલા લેવાના હોય, તે પછી વાળાની શી જરૂર છે? આ પ્રમાણે જ પ્રરૂપણું કરો કે ઉસેંધાગુલ પ્રમાણથી એક જન લાંબા, પહોળા, ઊંડા પલ્પમાં જેટલા આકાશપ્રદેશ રહેલા હોય તે લેવા એમ કહે.
ઉત્તર :– સાચી વાત છે. ફક્ત આ સૂક્ષમ પલ્યોપમવડે દષ્ટિવાદમાં પૃષ્ટ અસ્કૃષ્ટ ભેદે દ્રવ્ય પ્રમાણ કરાય છે. જેમકે જે વાળા વડે આકાશપ્રદેશ સ્પર્શાયેલા છે. તેમાંના એકેક આકાશપ્રદેશને દરેક સમયે અપહરતા જે બાદરક્ષેત્ર પલ્યોપમ થાય છે, તેટલા પ્રમાણવાળા આ દ્રવ્યો છે. જે આકાશપ્રદેશે વાળાવડે સ્પર્શાયેલા હોય કે ન સ્પર્શાયેલા હેય તેઓના દરેક સમયે એક એક આકાશપ્રદેશને અપહરતા જે સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ થાય, તેટલા પ્રમાણવાળા આ દ્રવ્ય છે. માટે દષ્ટિવાદમાં વાળાગ્રો વડે પ્રજન હેવાથી તેની પ્રરૂપણ કરીએ છીએ. (૧૦૨૬).
૧૫૯. સાગરોપમ उद्धारपल्लगाणं कोडाकोडी भवेज्ज दसगुणिया । तं सागरोवमस्स उ एक्कस्स भवे परीमाण ॥१०२७॥