________________
૧૯૭
૧૫૮. પપમ ૫-૬, સૂક્ષ્મ-આદર ક્ષેત્રપલ્યોપમ :बायरसुहुमायासे खेत्तपएसाणुसमयमवहारे । बायरसुहुमं खेतं उस्सप्पिणीओ असंखेज्जा ॥१०२६॥
સૂક્ષ્મબાદર વાળાથી ભરેલા પરાના આકાશક્ષેત્રના પ્રદેશને દરેક સમયે અપહરતા એટલે કાઢતા સૂક્ષ્મબાદર ક્ષેત્રપલ્યોપમ થાય છે. જેમાં અસંખ્યાતી ઉપણી થાય છે.
પૂર્વોક્ત પલ્યમાં રહેલા સ્વાભાવિક અને અસંખ્યાત ટુકડા કરેલ બાદર અને સૂક્ષમ વાળા, જે આકાશપ્રદેશને અવગાહી રહેલ છે. તે આકાશ ક્ષેત્રના જે પ્રદેશે એટલે જેના બે ભાગ ન થઈ શકે એવા આકાશના વિભાગ સ્વરૂપ પ્રદેશે તેને દરેક સમયે એક એક કાઢતા એટલે કાળ લાગે, તે કાળને અનુક્રમે બાદર ક્ષેત્રપામ અને સૂક્ષમક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. આની વિચારણા આ પ્રમાણે છે.
ઉત્સધાંગુલથી એક જન પ્રમાણ લાંબા, પહેલા અને ઊંડા પલ્યને આગળની જેમ એક રાત્રિ દિવસથી માંડી સાત રાત્રિ દિવસમાં ઉગેલા વાળા વડે કાંઠા સુધી ઠાંસી ઠાંસીને ભરો. તે પછી તે વાળા વડે જે આકાશ પ્રદેશે સ્પર્શાયેલા છે તે આકાશ પ્રદેશને સમયે સમયે એક એક આકાશપ્રદેશ-એમ દરેક સમયે કાઢતા જેટલાં વખતમાં સંપૂર્ણ પણે તે આકાશપ્રદેશ ખાલી થઈ જાય, તેટલા કાળ વિશેષને બારક્ષેત્ર પલ્યોપમ કહે છે. આ બાદરક્ષેત્ર પલ્યોપમમાં અસંખ્યાત ઉત્સર્પિણી પ્રમાણુ કાળ થાય છે. કારણ કે ક્ષેત્ર અતિ સૂક્ષમ હોવાથી એક એક વાળા રહેલ ક્ષેત્રના પ્રદેશને પણ દરેક સમયે એક એક પ્રદેશ કાઢતાં અંગુત્રસંવમાને જોવો અજ્ઞા ” “અંગુલના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રમાં અસંખ્યાતી ઉત્સર્પિણી થાય” એ વચનાનુસારે અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી થાય, તે પછી સમસ્ત વાળા વડે અવગાહેલા ક્ષેત્ર પ્રદેશને અપહાર કરતા કેમ ન લાગે ! લાગે જ.
આગલ કહેલ તે ખાડે જ આગળની જેમ એક એક વાળાગ્રના અસંખ્યાતા ટુકડા કરીને ટુકડા વડે કાંઠા સુધી દબાવી-દબાવી ભરવો. જેથી જરાપણ અગ્નિ વગેરે તેને નુકસાન ન કરી શકે. આ પ્રમાણે ભરેલ તે પલ્યમાં જે આકાશ પ્રદેશે વાળાગ્રોવડે સ્પર્શયેલા છે કે સ્પર્શાયેલા નથી તે બધાને દરેક સમયે એક એક આકાશપ્રદેશને અપહરીને કાઢતા જેટલા વખતમાં સંપૂર્ણપણે નિષ્ઠા પામે તેટલા કાળ વિશેષને સૂક્ષમક્ષેત્ર પલ્યોપમ કહેવાય.
આ કાળમાં પણ અસંખ્યાતી ઉત્સર્પિણ-અવસર્પિણી પ્રમાણુ કાળ થાય. ફક્ત આગળના કાળ કરતાં અસંખ્યાતગુણ કાળ હોય છે. કારણ કે વાળાગવડે સ્પર્શાવેલ આકાશ પ્રદેશથી નહિ સ્પર્શાયેલા આકાશપ્રદેશે અસંખ્યાતગુણ છે. ..