________________
૧૯૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ અનંત પ્રદેશરૂપ એટલે અનંત પરમાણુરૂપ છે. તે વાળાગ્ર વડે પૂર્વોક્તપલ્ય બુદ્ધિ કલ્પનાથી સંપૂર્ણ ભરે. (૧૦૨૨) તે પલ્યને ભર્યા પછી જે કરવાનું છે તે કહે છે.
तत्तो समए समए एकेके अवहियंमि जो कालो ।। संखिज्ज वासकोडी सुहुमे उद्धारपल्लंमि ॥१०२३॥
તે પછી સમયે સમયે એક એક વાળાને અપહરતા સંખ્યાતા કોડ વર્ષ પ્રમાણુ જે કાળ થાય, તે સુક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે.
ત્યારબાદ સૂકમ ટુકડા કરેલ વાળાગ્રોથી ભરેલ પલ્પમાંથી દરેક સમયે એક એક સૂફમવાળાગના ટુકડાને અપહરતા જેટલો વખત લાગે તેટલા વખતને સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય. આ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમમાં સંખ્યાતા કોડ વર્ષો થાય છે એમ જાણવું. અહીં દરેક વાળા અસંખ્યાત ખંડાત્મક હેવાથી એક એક વાળાના ટુકડાએને કાઢતા અસંખ્યાતા સમયે આવતા હોવાથી બધા વાળાના ટુકડાઓને અપહરતા સંખ્યાતા ક્રોડ વર્ષો જ થાય. (૧૦૨૩) ૩, બાદરઅઠ્ઠાપલ્યોપમ -
वाससए वाससए एक्कक्के बायरे अवहियमि । बायर अद्धापलिय संखेज्जा वासकोडीओ ॥१०२४॥
એક એક બાદર વાળાને સે સે વર્ષે અપહરતા (કાઢતા) સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણુ બાદરઅદ્દાપલ્યોપમ થાય છે.
ઉત્સધાંગુલ પ્રમાણને એક યોજન પ્રમાણને લાંબે, પહોળો અને ઊંડે પલ્ય આગળ કહેલ સહજ બાદર વાળા વડે ભરે. ભરાયા પછી દરેક સે સે વર્ષે એક એક વાળાગ્રને કાઢતા જેટલા વખતે તે પાલો ખાલી થાય, તેટલે કાળ બાદરઅદ્ધાપલ્યોપમ જાણ. બાદરદ્ધિાપલ્યોપમમાં સંખ્યાતા ક્રોડ વર્ષો થાય છે. (૧૦૨૪) ૪. સૂફમઅદ્ધાપલ્યોપમ - वाससए वाससए एकेके अवहियम्मि सुहुमंमि । सुहुमं अद्धापलियं हवंति वासा असंखिज्जा ।१०२५।
આગળની જેમ જ તે ખાડે અસંખ્યાત ટુકડા કરેલ સૂક્ષમવાળા વડે સંપૂર્ણ ભરો. પછી સે વર્ષ વીત્યા પછી એક એક સૂથમવાળાને કાઢતા જેટલા વખતે તે પલ્ય સંપૂર્ણ ખાલી થાય તેટલે કાળ સૂક્ષમ અદ્ધાપલ્યોપમ જાણ. તે સૂક્ષમ અદ્ધા પલ્યોપમમાં અસંખ્યાતા વર્ષે એટલે અસંખ્ય કોડ વર્ષો થાય છે. (૧૦૨૫)