________________
૧૫૮. પપમ
૧૯૫ તે પછી ઉપર કહેલ વાળાગથી ભરેલા ખાડામાંથી સમયે સમયે એટલે દરેક સમયે એક એક વાળાગ્રને કાઢીએ તેમાં જેટલે સમય-વખત લાગે એટલે દરેક સમયે વાળાને કાઢતા જેટલા કાળે તે પ્યાલો સાવ ખાલી થઈ જાય એક પણ વાળાગ્ર બચે નહિ. તેટલા વખતને બાદરઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે.
આ બાદરઉદ્ધારપાપમમાં સંખ્યાતા જ સમયે થાય છે. અસંખ્યાતા નહીં. કારણ કે વાળા પણ સંખ્યાતા છે. આથી તેમને દરેક સમયે કાઢતા સંખ્યાતા જ સમયે આવશે. (૧૦૨૧)
બાદરઉદ્ધાર૫૫મ કર્યું. હવે કમાનુસાર સૂમઉદ્ધારપપમ કહે છે. ૨. સૂમઉદ્ધાર૫લ્યોપમ :
एक्कक्कमओ लोमं कटुमसंखिजखंडमहिस्सं । समछेयाणतपएसियाण पल्लं भरिज्जाहि ॥१०२२॥
એક એક વાળાગ્રરૂપ લેમના, જોઈ ન શકાય એવા અસંખ્યાતા ટુકડા કરવા. તે ટુકડા પરસ્પર એક સમાન (સરખા) અનંત પ્રદેશરૂપ હોય એનાથી પલ્ય ભર.
સહજ વાળાથી ભરેલ પલ્યમાંથી એક એક લેમ એટલે આગળ કહેલા વાળારૂપ લેમને ન જોઈ શકાય તેવા અસંખ્યાતા ટુકડા કરે અને ભાવ એ છે કે,
આગળ સ્વાભાવિક (સહજ ) વાળો લીધા છે અહીં તે જ વાળાના દરેકના અસત્ કલ્પનાએ ટુકડા કરવા કે એકેક વાલાઝના અદશ્ય એટલે જોઈ ન શકાય એવા અસંખ્ય ટુકડારૂપે એક એક વાળાગ્રના થાય. તે દરેક વાળાના ટુકડા દ્રવ્યથી અત્યંત નિર્મળ આંખવાળે છદ્મસ્થ પુરુષ જે અતિ સૂક્ષમપુદ્ગલ દ્રવ્યને જુએ છે. તેનાથી પણ અસંખ્યાતમાં ભાગે તે ટુકડા હોય. ક્ષેત્રથી સૂક્ષમાનક એટલે સેવાળનું શરીર જેટલા ક્ષેત્રમાં રહી શકે–અવગાહી શકે તેનાથી અસંખ્યગુણ ક્ષેત્રમાં રહેનાર ટુકડો હોય એ ટુકડારૂપ વાળાગ્રનું દ્રવ્ય પ્રમાણ છે. અનુગદ્વારસૂત્રમાં પણ કહ્યું છે
“તે એક એક વાળાગ્રના અસંખ્યાત ટુકડા કરવા. તે વાળાગ્રના ટુકડા દષ્ટિની અવગાહનાથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ, સૂક્ષમાપનક જીવના શરીરની અવગાહનાથી અસંખ્યાતગુણ છે.”
વૃદ્ધો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે. “બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર તુલ્ય પ્રમાણ અનુગદ્વારસૂત્રના મૂળ ટીકાકાર શ્રીહરિભદ્ર સૂ. મ. કહે છે. “બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર તુલ્ય અસંખ્યાત ખંડે એમ વૃદ્ધવાદ છે. આ પ્રમાણે કરીને શું કરવું તે કહે છે. તે પછી આ બધાયે વાળાના પરસ્પર એક સરખા ટુકડા કરેલ દરેક વાળા હજુ પણ