________________
૧૫૭. સત્તર પ્રકારના મરણ
૧૮૭ દેવકુરુ-ઉત્તરકુરુ વગેરે અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય, તિયાને, તેમના યુગલિકભવ પછી દેવામાં જ ઉત્પત્તિ હોય છે. તથા દેવનિકા એટલે ચારે દેવનિકાયમાં રહેલા દેવેની તથા નરકમાં રહેલા નારકેની એમના તે ભવ પછી તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પત્તિ હોય છે. આથી અકર્મભૂમિના યુગલિક, દેવ અને નારકે સિવાયના બીજા જીવો એટલે કર્મભૂમિના મનુષ્ય અને તિયાને તદ્દભવમરણ હોય છે. કારણ કે તે જેની ફરી ત્યાં ઉત્પત્તિ થાય છે.
જે મરણમાં ફરી તે જ ભવમાં ઉત્પન્ન થાય, તે તદ્દભવમરણ કહેવાય. તિર્યંચ મનુષ્યરૂપ ભવમાં રહેલ જીવ તે જ ભવ ચોગ્ય જ આયુષ્ય બાંધી તે ભવ પૂરો થયે મરી ફરી તે જ ભવમાં ઉત્પન્ન થાય તેને તદભવમરણ હોય છે. ગાથામાં તુ શબ્દ છે તે સંખ્યાતા વર્ષાયુવાળા તિર્યંચ મનુષ્યને જ તદભવમરણ હોય છે એ વિશેષતા જણાવવા માટે છે.
અસંખ્યાત વર્ષાયુવાળા યુગલ ધર્મવાળા હોવાથી અકર્મભૂમિના છની જેમ દેવામાં જ ઉત્પન્ન થાય છે. તે તદ્દભવ મરણ સંખ્યાત વર્ષાયુવાળા બધાને નથી હોતું પણ કેટલાકને જ હોય છે કે જેમણે તદ્દભવના કારણરૂપ આયુષ્ય કર્મ બાંધ્યું હોય. (૧૦૧૨)
मोत्तण ओहिमरणं आवी (इ) अंतिय तियं चेव । सेसा मरणा सव्वे तब्भवमरणेण नायव्वा ॥१०१३॥
અવધિમરણ, આવી ચિમરણ, આત્યંતિકમરણ છોડીને બાકીના બધા મરણો તદ્દભવમરણપૂર્વક જાણવા. આ ગાથાને ભાવાર્થ સારી રીતે સમજાતું નથી. તથા ઉત્તરાધ્યયન ચૂર્ણિ વગેરેમાં પણ આની વ્યાખ્યા કરી જ નથી એટલે અમે પણ આની ઉપેક્ષા કરીએ છીએ. (૧૦૧૩) હવે બાલમરણ, પંડિતમરણ અને મિશ્રમરણ કહે છે. -
अविरयमरण बालं. मरणं विरयाण पंडियं विति । जाणाहि बालपंडियमरण पुण देसविरयाणं ॥१०१४॥
અવિરતિધરનું બાલમરણ, વિરતિધરનું પડિતમરણ અને દેશવિરતિધરનું બાલપંડિત મરણ જાણવું. ૮. બાલમરણ –
વિરમણ એટલે વિરત-હિંસા જૂઠ વગેરેથી અટકવું. જેમને આ વિરમણ–વિરત નથી તે અવિરત કહેવાય. મરણ વખતે પણ દેશવિરતિને નહીં સ્વીકારતા એવા અવિરત સમ્યગ્દષ્ટિઓ કે મિથ્યાષ્ટિઓનું જે મરણ તે અવિરતમરણ કહેવાય.
તે બાળક જેવા હોવાથી બાલ એટલે અજ્ઞાની–અવિરત તેમનું જે મરણ તે બાલમરણ કહેવાય.