________________
૧૮૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૫. વશર્તમરણ -
આંખ વગેરે ઇદ્રિના સુંદરરૂપ વગેરે વિષયોને આધીન થયેલાઓ સળગતા દિવાની દિવેટ ( ત) જોઈને એમાં આસક્ત થયેલ પતંગીયાની જેમ મરે છે. આથી તે વશાર્તમરણ કહેવાય છે. ઇદ્રિના વિષને પરાધીન થવાના કારણે જે દુઃખી થયેલા હોય, તે વશાર્તા કહેવાય છે. તેમનું મરણ પણ ઉપચારથી વશામરણ કહેવાય છે. (૧૦૧૦) ૬. અતાશલ્યમરણ:
गारवपंकनिबुड्डा अइयारं जे परस्स न कहति । दसणनाणचरित्ते ससल्लमरणं हवइ तेसि ॥१०११॥
ગારવરૂપ કાદવમાં ડૂબેલાઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર સંબંધી જે અતિચારો છે, તે બીજાને કહેતા નથી. તેમનું સશલ્યમરણ થાય છે.
શાતાગારવ, ઋદ્ધિગારવ, રુસગારવ–ત્રણે કાળાશ-કલુષિતતાના કારણરૂપ હોવાથી કાદવરૂપે કહેવાય છે. તે કાદવમાં ડૂબેલાઓ એટલે તે કાદવને સ્વીકારતા જે અપરાધ કે અતિચારો, આલેચના લેવા ગ્ય આચાર્ય વગેરેને કહેતા નથી એટલે વિચારે કે અમારે આલોચના યંગ્ય આચાર્ય વગેરેની પાસે જતા, તેમને વંદન વગેરે કરવાથી તથા તેમને કહેલ તપ વગેરે અનુષ્ઠાન આચરવાથી ઋદ્ધિ, રસ અને શાતાને અભાવ થવાનો સંભવ ન હો. આના ઉપલક્ષણથી આ પણ જાણવું.
આ અ૫હ્યુતવાળા, બહુશ્રુતવાળા એવા મારા શલ્યને ઉદ્ધાર શી રીતે કરશે? આને હું વંદન વગેરે શી રીતે કરું? “આ કરવું તે તો મારી અપભ્રાજના છે.” એ પ્રમાણે અભિમાનથી અથવા શરમથી અયોગ્ય અનુષ્ઠાનથી અટકવા સ્વરૂપ અતિચારોને નથી કહેતા.
શંકા વગેરે દર્શનવિષયક, કાળાતિકમ વગેરે જ્ઞાનવિષયક, સમિતિ ન પાળવારૂપ ચારિત્રવિષયક અતિચારોને કહેતા નથી જે શલ્ય એટલે કાંટાની જેમ કાળાંતરે પણ અનિષ્ટફળ કરે જ છે તે શલ્ય કહેવાય. તે શલ્ય સહિત હોય તે સશલ્ય કહેવાય. તે શલ્ય સાથેનું જે મરણ તે સશલ્યમરણ-અન્તાશલ્યમરણ ગૌરવરૂપ કાદવમાં ડૂબેલાને હોય છે. (૧૦૧૧) ૭. તદ્દભવમરણ -
मोत्तु अकम्मभूमिय नरतिरिए सुरगणे य नेरइए । सेसाणं जीवाणं तब्भवमरणं च केसिंचि ॥१०१२॥
અકર્મભૂમિના મનુષ્ય અને તિયા , દેવ અને નારકાને છેડીને બાકીના જીવોને તદ્દભવમરણ હોય છે.