________________
૧૫૪. ધાન્યનું અબીજત્વ जव १ जवजव २ गोहुम ३ सालि ४ वीहि ५ धन्नाण कोट्ठयाईसु । खिविऊण पिहियाणं लित्ताणं मुद्दियाण च ॥९९५॥ उक्कोसेण ठिइ होइ तिन्नि वरिसाणि तयणु एएसि । विद्धंसिज्जइ जोणी तत्तो जायेइऽबीयत्तं ॥९९६॥
જવ, જવજવ, ઘઉં, શાલિ એટલે ડાંગર, શ્રીહિ એટલે ચોખા આ અનાજને કંઠી વગેરેમાં નાખી, બરાબર ઢાંકી ઉપર લીંપી અને મુદ્રિત કરાયેલ અનાજની ત્રણ વર્ષની સ્થિતિ છે. તે પછી આ અનાજની એનિનો વિધવંસ થાય છે. તેથી તે અબીજ થાય છે.
જવ અને ઘઉં પ્રસિદ્ધ છે. આ બધા અનાજોને કેઠી, કેથળા, ખાડા વગેરેમાં નાંખીને તેવા પ્રકારના ઢાંકણ વગેરેથી ઢાંકેલ, કોઠાર વગેરેના મેઢાને ઢાંકવા સાથે છાણ વગેરે વડે ચારે બાજુથી લીંપેલ તથા માટી વગેરે વડે મુદ્રિત કરેલ આ અનાજ ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી અવિનષ્ટ એટલે અખંડ નિવાળુ રહી શકે છે. ત્યારપછી આ જવ વગેરે પાંચે અનાજની યોનિ એટલે અંકુરાની ઉત્પત્તિનું કારણ નાશ પામે છે. આથી તે અનાજ અબીજપણને પામે છે. જેથી વાવવા છતાં પણ અંકુરાની ઉત્પત્તિ થતી નથી. (૯૫-૯૬)
तिल १ मुग्ग २ मसूर ३ कलाय ४ मास ५ चवलय ६ कुलत्थ ७ तुवरीणं ८। तह कसिणचणय ९ वल्लाण १० कोट्टयाईसु खिविऊण ॥९९७।।
ओलित्ताणं पिहियाण लंछियाणं च मुद्दियाणं च । उकिडठिई वरिसाण पंचगं तो अबीयत्तं ॥९९८॥
તલ, મગ, અડદ, ચોખા, મસૂર એટલે ગોળાકાર અનાજ વિશેષ છે જેને બીજા આચાર્યો ચનકિક કહે છે. કલાય એટલે ત્રિપુટ નામનું એક અનાજ વિશેષ છે. તુવર્ય એટલે તુવેર, વૃતચણુક એટલે શિખા વગરના ચણું એટલે વટાણ. કુલથ એટલે ચોખાના જેવું એક ચપટું અનાજ વિશેષ છે તથા વાલ–આ દશ પ્રકારના અનાજોને કે ઠાર વગેરેમાં નાખીને ઢાંકેલા તથા લીંપેલા પછી લીટી વગેરે કરવા વડે લાંછિત એટલે મુદ્રિત કરેલાની વધુમાં વધુ સ્થિતિ પાંચ વર્ષની અખંડ નિપણાની હોય છે. ત્યારબાદ અબીજપણને પામે છે. (૯૭-૯૮)