________________
૧૫૩. “શ્રાવક પ્રતિમા
૧૭૯ સાધુઓના ઉપકરણે લઈને શ્રમણ-નિર્ગથ એટલે સાધુના જેવા અનુષ્ઠાન કરવા વડે તે શ્રમણભૂત એટલે સાધુ જેવો કહેવાય.
આવા પ્રકારનો સાધુ જેવો થઈ ઘરેથી નીકળી સમસ્ત સાધુની સામાચારી પાળવામાં હોંશિયાર એ સમિતિ ગુપ્તિ વગેરેને સારી રીતે પાળ, ભિક્ષા માટે ગૃહસ્થને ત્યાં પ્રવેશ કરતી વખતે પ્રતિમાધારી શ્રમણોપાસકને ભિક્ષા આપો એમ બેલી પ્રવેશ કરે. કઈ પૂછે કે “તમે કેણ છે!” તે કહે કે “પ્રતિમાધારી શ્રમણોપાસક હું છું.” એમ જણાવતે ગામ-નગર વગેરેમાં સાધુની જેમ માસકપ વગેરે કરવાપૂર્વક અગ્યાર મહિના સુધી વિચરે. આ કાળમાન ઉત્કૃષ્ટથી કહ્યું છે. જઘન્યથી અગ્યારે પ્રતિમાઓ દરેક અંતમુહૂર્તાદિ પ્રમાણવાળી છે તે કાળ, મરણ વખતે અથવા દીક્ષા લીધેલાને સંભવે છે. બીજી રીતે નહીં.
ममकारेऽवोच्छिन्ने वच्चइ सन्नायपल्लि दटुं जे। तत्थवि साहुव्व जहा गिण्हइ फासु तु आहारं ॥९९४॥
મમત્વભાવને નાશ ન થયો હોવાથી સ્વજનના ગામમાં તેમને મળવા માટે ત્યાં જાય. ત્યાં આગળ પણ સાધુની જેમ જ પ્રાસુક આહાર ગ્રહણ કરે,
મારાપણું જે કરવું તે મમકાર, મમત્વભાવ દૂર ન થયો હોવાથી સ્વજનને મળવા માટે તેમના ગામ તરફ જાય. આ કથન વડે મમત્વભાવ સ્વજનને મળવાનું કારણ જણાવ્યું. બીજા સ્થળોએ તે સાધુની જેમ ભલે રહે પરંતુ તે વજનના ગામમાં પણ સાધુની જેમ જ વતે. પણ સ્વજનના કહેવાથી ઘર ચિંતા વગેરે ન કરે. જેમ સાધુ પ્રાસુક, નિર્દોષ, એષણીય આહાર લે છે તેમ શ્રમણભૂત પ્રતિમાન ધારક શ્રાવક પણ પ્રાસુક એટલે અચિત્ત એષણીય અશન વગેરે આહાર કરે.
સગા વહાલા સ્નેહ (રાગ)થી અનેષણય ભેજન વગેરે બનાવે, આગ્રહ કરવાપૂર્વક તે વહેરાવવાને ઈરછે. તેઓ અનુવર્તન કરવા ગ્ય પ્રાયઃ કરીને હોય છે. આથી તે અનેષણય આહાર લેવાની સંભાવના હોય છે. છતાં પણ તે આહાર ગ્રહણ ન કરે. એ ભાવ છે. આવશ્યક ચૂર્ણિમાં પાછળની સાત પ્રતિમાઓના જુદા પ્રકારે પણ નામે મળે છે. તે આ પ્રમાણે.
રાત્રિભોજન પરિણારૂપ પાંચમી. સચિત્તાવાર પરિણારૂપ છઠ્ઠી. દિવસે બ્રહ્મચારી રાત્રે પરિમાણકૃત સાતમી. દિવસે અને રાત્રે પણ બ્રહ્મચારી, અસ્નાન તથા દાઢી, મૂછ રોમરાજિ અને નખની શુશ્રુષા ત્યાગરૂપ આઠમી. સારંભ પરિસ્સારૂપ નવમી. પ્રેષ્ય આરંભ પરિસ્સારૂપ દસમી તથા ઉદ્દિષ્ટ ભક્ત ત્યાગ શ્રમણભૂતા નામની અગ્યારમી પ્રતિમા છે. (૯૪)