________________
૧૭૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ પ્રકાશમાં અથવા દિવસે જમનાર, કાછડી બાંધ્યા વગર, દિવસે બ્રહ્મચારી, રાત્રિએ પરિમાણ (પ્રમાણુ) કરે.
કાઉસ્સગ્ન પ્રતિમધારી પ્રતિમા વગરના અપવ દિવસોમાં સ્નાનને ત્યાગી. વિકટ ભજન કરનાર એટલે દિવસે પણ પ્રકાશવાળી જગ્યામાં ભોજન કરનાર અને રાત્રિભેજનને ત્યાગી હોય છે. આગળની પ્રતિમાઓમાં રાત્રિભેજનને નિયમ હોતું નથી. માટે આ પ્રમાણે કહ્યું. મુકુલિબદ્ધ એટલે કચ્છ, કાછડી બાંધ્યા વગર ધોતીયું (વસ્ત્ર) પહેરનાર તથા દિવસે બ્રહ્મચર્ય પાળનાર, રાત્રે પણ સ્ત્રીઓનું અથવા સ્ત્રીના ભાગોનું પરિમાણ એટલે પ્રમાણ કરે. આ પ્રમાણે બાકીના દિવસે એ રહે. (૯૮૬)
હવે કાર્યોત્સર્ગમાં રહી જે વિચારે તે કહે છે. झायइ पडिमाएँ ठिओ तिलोयपुज्जे जिणे जियकसाए । नियदोसपच्चणीयं अन्नं वा पंच जा मासा ॥९८७॥
કાઉસગ્ન પ્રતિમામાં રહેલે જીવ રૈલોક્યપુજ્ય, જિતકષાય એવા જિનેશ્વરનું ધ્યાન કરે છે. બીજું પોતાના દેશોના દુશમનને (શગુને) પાંચ મહિના સુધી ધ્યાવે છે.
કાઉસ્સગ પ્રતિમામાં રહેલો શ્રાવક કાઉસ્સગ્યમાં ઐલેકપુજ્ય, સમસ્ત છેષ વગેરે દોષોનો નાશ કરનાર તીર્થંકરનું ધ્યાન કરે છે. જિનનું ધ્યાન ન કરે તે બીજું પોતાના દોષના પ્રત્યનિક-દુશ્મન એટલે પિતાના કામ, ક્રોધ વગેરે દૂષણોના વિરોધી એવા કામનિંદા ક્ષમા વગેરે ગુણોનું પાંચ મહિના સુધી ધ્યાન કરે છે. ૬. અબ્રહ્મવર્જનપ્રતિમા – सिंगारकहविभूसुकरिस इत्थीकहं च वज्जितो । वज्जइ अबंभमेगंतओ य छट्ठीइ छम्मासे ॥९८८।।
શંગારકથા, વિભૂષાના ઉત્કર્ષને, સ્ત્રી કથાને તથા સંપૂર્ણ અબ્રહમ એટલે મિથુનને, આ છઠ્ઠી પ્રતિમા સ્વીકારનાર છ મહિના સુધી ત્યાગી દે, ત્યજી દે છે.
શૃંગાર એટલે કામકથા, સ્નાનવિલેપન; ધૂપન વગેરે રૂ૫ વિભૂષા શણગાર વગેરેને ઉત્કર્ષ એટલે અધિકતાનો ત્યાગ કરે. વિભૂષાને ઉત્કર્ષ લેવાથી એ ભાવ આવે છે કે ફક્ત શરીરનુરૂપ વિભૂષા કરે તથા સ્ત્રીની સાથે ખાનગીમાં પ્રેમકથાનો ત્યાગ કરતો આ અબ્રહ્મ વર્જનરૂપ છઠ્ઠી પ્રતિમા સ્વીકારનાર, મૈથુન–અબ્રહ્મનો છ મહિના સુધી ત્યાગ કરે છે. આગળની પ્રતિમાઓમાં દિવસે જ મિથુન ત્યાગ હતો. રાત્રે ત્યાગ ન હતું. આમાં તે દિવસે અને રાત્રે પણ સર્વથા મૈથુનનો નિષેધ છે. આથી જ આ પ્રતિમામાં ચિત્તને ડામાડોળ કરનાર કામકથા વગેરે પ્રવૃત્તિને નિષેધ કર્યો છે. (૯૮૮)