________________
૧૭૭
૧૫૩. “શ્રાવક પ્રતિમા ૭. સચિત્તવન પ્રતિમા :
सत्तमि सत्त उ मासे नवि आहारइ सचित्तमाहारं । जं जं हेडिल्लाणं तं तवरिमाण सव्वंपि ॥९८९॥
સાત માસની સાતમી પ્રતિમામાં સચિત્ત આહારને ખાય નહિ. જે-જે નીચેની પ્રતિમાની વિધિ છે તે આગળની પ્રતિમામાં પણ કરે.
સાત માસની સાતમી સચિત્ત વજનરૂપ પ્રતિમામાં સાત મહિના સુધી સચેતન એટલે જીવવાળો આહાર જે અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ હોય છે, તેને વાપરે નહીં, ખાય નહીં. તથા જે જે નીચેની એટલે પાછળની પ્રતિમાઓનું જે અનુષ્ઠાન હોય છે. તે તે બધું યે ઉપર એટલે આગળની પ્રતિમાઓમાં સંપૂર્ણપણે કરે છે. આ વાત આગળ કહી હેવા છતાં ફરીવાર ભૂલકણું શિષ્યોને યાદ કરાવવારૂપ ઉપકાર માટે કહ્યું છે. એ પ્રમાણે બીજે પણ સમજવું. (૯૮૯) ૮ આરંભવર્જનપ્રતિમા :
आरंभसयंकरणं अट्ठमिया अट्ठ मास वज्जेइ । नवमा नव मासे पुण पेसारंभेऽवि वज्जेइ ॥९९०॥
આઠમી પ્રતિમામાં આઠ મહિના સુધી સ્વયં આરંભને ત્યાગ કરે. નવમી પ્રતિમામાં નવ મહિના સુધી પ્રેપ્યારભને ત્યાગ કરે.
સ્વયં આરંભ ત્યાગરૂપ આઠમી પ્રતિમામાં આઠ મહિના સુધી પૃથ્વીકાય વગેરેના મનરૂપ આરંભ સમારંભનો પોતે જાતે કરવારૂપ ત્યાગ કરે. અહીં “જાતે” કરવારૂપ વચનથી એ નક્કી થયું કે આજીવિકા માટેના આરંભેમાં તેવા પ્રકારના તીવ્ર પરિણામ વગર બીજા નોકર ચાકર વગેરે પાસેથી સાવદ્ય પણ વ્યાપાર (કામ) કરાવે.
પ્રશ્ન – જાતે આરંભમાં જોડાયા ન હોવા છતાં પણ નોકર વગેરે પાસેથી કરાવતા જીવહિંસા તે તેવી ને તેવી જ રહી તે આરંભત્યાગથી શું લાભ?
ઉત્તર - સાચી વાત છે છતાં જે તે જાતે આરંભ કરવા વડે અને બીજા પાસે કરાવવા વડે-એમ બે રીતે હિંસા થતી હતી. તે જાતે ન કરવા વડે તેટલી હિંસાને ત્યાગ થશે. માટે ડા પણ આરંભને છોડતા, વધતા મહાવ્યાધિના છેડા, અતિ ચેડા ક્ષય (નાશ) થવાની જેમ તેનાથી હિત જ થાય છે. ૯ પૃષ્ણારંભ ત્યાગપ્રતિમા :
પ્રેગ્યારંભ ત્યાગરૂપ આ નવમી પ્રતિમામાં નવ મહિના સુધી પુત્ર, ભાઈ વગેરે ઉપર આખા કુટુંબ વગેરેનો ભાર સંપી ધન, ધાન્ય વગેરે પરિગ્રહની અ૫ આસક્તિથી પિતે જાતે તે ત્યાગ કરે પણ નેકર, ચાકર વગેરે પાસે પણ મોટા ખેતી વગેરે પાપકારી
૨૩