________________
૧૭૫
૧૫૩. “શ્રાવક પ્રતિમા ૪. પૌષધપ્રતિમા :
ચાદર, આઠમ, અમાસ, પૂનમ વગેરે પર્વતિથિરૂ૫ દિવસેએ આહાર, શરીરસત્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપાર ત્યાગરૂપ ચાર પ્રકારના પિષધને સંપૂર્ણપણે પાલન કરે છે. વિાષધપ્રતિમા સ્વીકારનાર બીજા કેઈપણ પ્રકારે ન્યૂન નહીં એવી રીતે આગમતવિધિપૂર્વક સારી રીતે જ તે પ્રતિમાને પાળે છે, સેવે છે, આ ચારે પણ વ્રતાદિ પ્રતિમાએમાં બંધ, વધ, છવિચ્છેદ વગેરે બારવ્રતના સાઈઠ (૬૦) અતિચારોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે. (૯૮૩-૯૪૪.)
सम्ममणुव्वयगुणवयसिक्खावयवं थिरो य नाणी य । अट्ठमिचउद्दसीसु पडिमं ठाएगराईयं ॥९८५॥ સમ્યકત્વ, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાત્રતવાળે, સ્થિર, અવિચલ-સત્વવાન જ્ઞાની એ આત્મા આઠમ-ચૌદસે એક રાત્રિ પ્રતિમામાં રહે છે. ૫. કાઉસગ્ગપ્રતિમા :
અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત જેમને હોય છે તેઓ એટલે આગળ કહેલ ચાર પ્રતિભાવાળે, સ્થિર એટલે અવિચલ સત્તવાન હોય તે જ કાઉસગ્ગપ્રતિમાને આરાધક છે. બીજે આ પ્રતિમાને વિરાધક થાય છે. કારણ કે આ પ્રતિમામાં રાત્રે ચટા વગેરે સ્થળોએ કાઉસ્સગ્ન કરે અને ત્યાં ઘણા ઉપસર્ગો થાય છે. તે સત્તવાન હોય તે જ સહી શકે, બીજે વિરાધક થાય છે. જ્ઞાની એટલે પ્રતિમાનાં આચાર વગેરે જ્ઞાનયુક્ત હેય. અજ્ઞાની તે બધે અગ્ય છે તે પછી આ પ્રતિમા સ્વીકારવામાં કેમ ચાલે ?
આઠમ, ચદસ અને ઉપલક્ષણથી આઠમ–ચૌદસ-અમાસ-પૂનમરૂપ પિષધના દિવસે પણ પ્રતિમામાં એટલે કાત્સર્ગમાં ઉભો રહે, એટલે કાઉસ્સગ કરે, ધાતુઓ અનેક અર્થવાળા હોવાથી “ઊભો રહે ”ને કાઉસ્સગ્ન કરે એવો અર્થ થાય. *
કેટલી રાત પ્રમાણ કાઉસગ્ગ કરે ? એક રાત પ્રમાણ એટલે સંપૂર્ણ રાત્રિ કાઉસ્સગ્ન પ્રતિમામાં રહે આનો ભાવાર્થ એ છે કે,
સમ્યગ્દર્શન અણુવ્રત, ગુણવત, શિક્ષાત્રતવાળો સવવાન સ્થિર જ્ઞાની શ્રાવક આઠમ, ચિદસ, અમાસ, પૂનમરૂપ પૈષધના દિવસે સંપૂર્ણ રાત્રિ કાઉસગ્ગ મુદ્રામાં રહે.
આ પ્રતિમવાળો બાકીના દિવસે કેવા પ્રકાર હોય છે તે કહે છે. असिणाण वियडभोई मउलियडो दिवसबंभयारी य । रति परिमाणकडो पडिमावज्जेसु दिवसेसु ॥९८६।।
પ્રતિમા વગરના દિવસે માં અસ્તાની (સ્નાન વગરનો) વિકટે એટલે