________________
૧૭૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ અણુવ્રત વગેરે ગુણેથી રહિત તથા કુગ્રહ શંકા વગેરે દોષોથી રહિત સમ્યગ્દર્શનને જે સ્વીકાર, તે દર્શન પ્રતિમા.
સમ્યગ્દર્શનને સ્વીકાર તે પહેલા પણ હોય છે. પરંતુ અહીં ફકત શંકા વગેરે દોષ તથા રાજાભિગ વગેરે છ આગારોથી રહિતપણે યથાસ્થિતપણે સમ્યગ્દર્શનના આચારો વિશેષના પાલનના સ્વીકારરૂપે પ્રતિમા સંભવે છે નહીં તે શા માટે ઉપાસકદશાંગમાં પહેલી પ્રતિમા એક મહિને પાળવા વડે, બીજી પ્રતિમા બે મહિના પાળવા વડે, એમ અગ્યારમી પ્રતિમા અગ્યાર મહિના પાળવા વડે–એમ સાડાપાંચ વર્ષમાં અગ્યાર પ્રતિમાઓનું અર્થથી પાલન બતાવે અને આ અર્થ દશાશ્રુતસ્કંધ વગેરેમાં મળતું નથી. ત્યાં આગળ તે તેને ફક્ત શ્રદ્ધા માત્રરૂપે જણાવી છે. એ પ્રમાણે આગળ દર્શન (ત્રત) પ્રતિમા વગેરેમાં વિચારવું. (૯૮૨)
વ્રત, સામાયિક અને પૈષધ એમ ત્રણ પ્રતિમાઓ વિષે કહે છે. बीयाणुव्वयधारी २ सामाइकडो य होइ तइयाए ३ । होइ चउत्थी चउद्दसीअट्ठमिमाईसु दिवसेसु ॥९८३॥ पोसह चउन्विहंपि य पडिपुण्णं सम्म सो उ अणुपाले। बंधाई अइयारे पयत्तओ वज्जईमासु ॥९८४॥
બીજી પ્રતિમામાં અણુવ્રતધારી, ત્રીજી પ્રતિમામાં સામાયિક કરનાર હોય, ચોથી પ્રતિમામાં આઠમ, ચોદસ વગેરે દિવસે ચાર પ્રકારને પતિપૂર્ણપૈષધ સારી રીતે પાળે અને આ પ્રતિમાઓમાં પ્રયતનપૂર્વક બંધ વગેરે અતિચારોનો ત્યાગ કરે છે. ૨. ત્રતપ્રતિમા :
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ અણુવ્રત, ઉપલક્ષણથી ત્રણ, ગુણવતે અને ચાર શિક્ષાને વધ-બંધ વગેરે અતિચાર રહિતપણે નિરપવાદપૂર્વક ધારણ કરી સારી રીતે પાલન કરતા બીજી વ્રત પ્રતિમા થાય. સૂત્રમાં પ્રતિમા અને પ્રતિભાવાનને અભેદ ઉપચાર હોવાથી આ પ્રમાણે નિર્દેશ કર્યો છે. ૩. સામાયિકપ્રતિમા :
ત્રીજી સામાયિક પ્રતિમામાં સાવદ્યોગ ત્યાગ અને નિરવદ્યાગ સેવનરૂપ સામાયિક દેશથી જેણે કર્યું હોય, તે સામાયિકકૃત કહેવાય. આને ભાવ એ છે કે જેને પૈષધપ્રતિમાને સ્વીકાર ન કર્યો હોય એવા દર્શનવ્રત પ્રતિભાવાળાએ રે જ બે ટાઈમ સામાયિક કરવું તે ત્રીજી પ્રતિમા છે.