________________
૧૭૩
૧૫૩. “શ્રાવક પ્રતિમા
जस्संखा जा पडिमा तस्संखा तीऍ हुति मासावि । कीरंतीसुवि कज्जाउ तासु पुव्वुत्तकिरिया उ ॥९८१॥
જે પ્રતિમાની જે સંખ્યાવાળા ક્રમાંક-આંક છે તે ક્રમાંક-સંખ્યા પ્રમાણ મહિના. તે પ્રતિમાનું કાળમાન થાય છે. તે-તે પ્રતિમાઓના કાર્ય કરતી વખતે પાછળની બધીયે પ્રતિમાઓની ક્રિયા પણ કરવાની હોય છે.
જે પ્રતિમા જેટલા સંખ્યા પ્રમાણ એટલે પહેલી પ્રતિમા, બીજી પ્રતિમા એમ જેટલા ક્રમાંક હોય, તે પ્રતિમાનું તેટલા માસપ્રમાણ કાળમાન હોય છે. આનો અર્થ આ પ્રમાણે છે. પહેલી પ્રતિમાનું કાળમાન એક મહિને, બીજી પ્રતિમાનું કાળમાન બે મહિના, ત્રીજી પ્રતિમાનું ત્રણ મહિના. એમ અગ્યારમી પ્રતિમાનું અગ્યાર મહિના પ્રમાણુ કાળમાન છે.
જે કે આ કાળમાન દશાશ્રુતસ્કંધ વગેરે ગ્રંથમાં સ્પષ્ટરૂપે કહ્યું નથી, છતાં પણ ઉપાસકદશામાં પ્રતિમાકારક આનંદ વગેરે શ્રાવકની અગ્યાર પ્રતિમાઓને કાળ સાડા પાંચ (પા ) વર્ષરૂપ જણાવ્યું છે. તે કાળમાન ઉપરોક્ત પ્રમાણે એક બે વગેરે વધવાપૂર્વક બેસે છે. તથા આગળ આગળની પ્રતિમાઓ કરતી વખતે પાછળ પાછળની પ્રતિમાઓમાં જણાવેલ બધી યે અનુષ્ઠાનરૂપ ક્રિયાઓ કરવાની હોય જ છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે.
બીજી પ્રતિમા કરતી વખતે પહેલી પ્રતિમામાં કહેલ સંપૂર્ણ અનુષ્ઠાન કરવાનું હેય છે. ત્રીજી પ્રતિમામાં પહેલી અને બીજી–એમ બે પ્રતિમાનું કહેલ અનુષ્ઠાન પણ કરવાનું હોય છે. એ પ્રમાણે અગ્યારમી પ્રતિમામાં આગળની દસ પ્રતિમાઓમાં કહેલ બધું ય અનુષ્ઠાન કરવાનું હોય છે. (૯૮૧) ૧. દર્શન પ્રતિમા
पसमाइगुणविसिह कुग्गहसंकाइसल्लपरिहीणं ।। सम्मदंसणमणहं दंसणपडिमा हवइ पढमा १ ॥९८२॥
પ્રમાદિગુણ વિશિષ્ટ, યુગ્રહ શંકા વગેરે શોથી રહિતપણે અનઘ એટલે નિર્દોષ સમ્યગ્દર્શનરૂપ પહેલી દન પ્રતિમા હોય છે.
પ્રશમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યરૂપ-પાંચ ગુણોથી યુક્ત તથા તત્વ પ્રત્યે શાસ્ત્ર બાધિત પણે જે કુત્સિત અભિનિવેશ તે કુગ્રહ તથા શંકા, કાંક્ષા, વિચિકિત્સા મિથ્યાદષ્ટિ પ્રશંસા, મિથ્યાદષ્ટિ સંસ્તવ એટલે પરિચયરૂ૫ સમ્યક્ત્વના પાંચ અતિચાર, આ કુગ્રહ અને શંકા વગેરે અતિચારે જ શલ્યરૂપે એટલે બાધકરૂપે જે જીવોને થાય તેથી તે શલ્ય કહેવાય. તે કુહ, શંકા વગેરે રૂપ શલ્યથી રહિતપણે હેવાથી જ નિર્દોષ એવું સમ્યગદર્શન જ પહેલી દર્શન પ્રતિમારૂપે છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે.