________________
૧૭૨
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
યથાખ્યાત છે. યથાખ્યાતને અર્થ આ પ્રમાણે છે. યથા એટલે જે પ્રમાણે સંપૂર્ણ જીવલેકમાં ખ્યાત. એટલે પ્રસિદ્ધ અકષાયચારિત્ર થાય છે તે પ્રમાણેનું જે ચારિત્ર તે યથાખ્યાત. તે છાવસ્થિક અને કૈવલિક એમ બે પ્રકારે છે. છાવસ્થિક યથાખ્યાત, ઉપશાંત મોહ અને ક્ષીણ ગુણસ્થાનકે હોય છે. કેવલિક યથાખ્યાત, સોગિકેવલી અને અગિકેવલી ગુણસ્થાનકે હોય છે. (૭૯)
૧૫૩. “શ્રાવક પ્રતિમા ” दंसण १ वय २ सामाइय ३ पोसह ४ पडिमा ५ अबंभ ६ सञ्चित्ते । आरंभ ८ पेस ९ उद्दिढ १० वज्जए समणभूए ११ य ॥९८०॥
૧. દશન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૈષધ, ૫. પ્રતિમા, ૬. અબ્રહ્મચર્ય, ૭. સચિત્ત વજન, ૮, આરંભ વજન, ૯, પૃષ્ણવજન, ૧૦. ઉદિષ્ટવજન, ૧૧. શ્રમણુંભૂત-એમ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે.
૧. દર્શન એટલે સમ્યક્ત્વ, ૨. અણુવ્રત વગેરે વ્રત. ૩. સાવદ્યાગ ત્યાગ અનવદ્યવેગ સેવનરૂપ સામાયિક, ૪. આઠમ, ચૌદસ વગેરે પર્વ દિવસોએ આરાધવા યોગ્ય જે અનુષ્ઠાન વિશેષ, તે પૌષધ. ૫. પ્રતિમા એટલે કાત્સર્ગ, ૬. અબ્રહ્મનું વજન તે બ્રહ્મચર્ય, ૭. સચેતન દ્રવ્યનો વજન તે સચિત્તવર્જન. અહીં દર્શન વગેરે પહેલી પાંચ પ્રતિમાઓ વિધેય એટલે કરવારૂપ-આચરવારૂપ પ્રતિમા એટલે અભિગ્રહ વિશેષરૂપે છે. (૬ અબ્રહ્મચર્ય અને ૭. સચિન એ બે પ્રતિમાઓ નિષેધરૂપ એટલે ત્યાજ્ય-ત્યાગ કરવા રૂપે છે.) ૮. જાતે ખેતી વગેરે કરવારૂપ આરંભને ત્યાગ. ૯. બીજાને પાપ વ્યાપારક્રિયામાં જોડવારૂપ પ્રેષણને ત્યાગ. ૧૦. ઉદિષ્ટત્યાગ એટલે પ્રતિમાપારી શ્રાવકને ઉદ્દેશીને સચેતનને અચેતન કરવું અથવા અચેતન ને રાંધવું તે ઉદિષ્ટભંજન કહેવાય, તે ઉદિષ્ટ ભેજન ત્યાગ. આ બધાની સાથે પ્રતિમા શબ્દ જોડે કેમ કે અહીં પ્રતિમાને વિષય છે. અહીં પ્રતિમાઓને વિષય હોવા છતાં પણ પ્રતિમા અને પ્રતિભાવાનના અભેદ ઉપચારના કારણે પ્રતિમાનાનને નિર્દેશ કર્યો છે. એ પ્રમાણે આગળ પણ જાણવું. ૧૧. શ્રમણ એટલે સાધુ. તે સાધુની જેવા શ્રાવક તે શ્રમણભૂત, અહીં ભૂત શબ્દ ઉપમાન અર્થમાં છે. આ બધા વ્રત વિશેનું દર્શનપ્રતિમા, વ્રત પ્રતિમા વગેરે રૂપે ઉચ્ચારણ કરવું.
શ્રાદ્ધ એટલે શ્રાવકેની આ અગિયાર પ્રતિમાઓ એટલે પ્રતિજ્ઞાઓ–અભિગ્રહ વિશેષ હોવાથી શ્રાદ્ધપ્રતિમા કહેવાય છે. (૯૮૦.)
- હવે આ દરેક પ્રતિમાઓનું સ્વરૂપ પ્રતિપાદન કરતાં પહેલા આ પ્રતિમાઓનું કાળમાન-સામાન્ય સ્વરૂપ કહે છે.