________________
૧૫ર ત્રિકાલ દ્રવ્યષ
૧૭૧ ઉત્તરઃ- આગળ જ કહ્યું છે કે આ બધાય ચારિત્ર અવિશેષભાવથી સામાયિક રૂપે છે. કેમકે બધામાં પણ સર્વ સાવધગની વિરતિને સદભાવ છે. ફક્ત છેદ વગેરે વિશુદ્ધિની વિશેષતાથી વિશિષ્ટ થવાના કારણે અર્થ અને શબ્દાંતરથી જુદા જુદા ભેદો થાય છે. તેથી જેમ યાવત્ કથિક સામાયિક કે વેદો પસ્થાપનીય ચારિત્ર. પરમ વિશુદ્ધિ વિશેષરૂપ સૂફીસંપરાય વગેરે ચારિત્રની પ્રાપ્તિ થવા છતાં ભંગ પામતા નથી. તેવી રીતે ઈવરસામાયિકનો પણ વિશુદ્ધિરૂપ છેદો પસ્થાપનાની પ્રાપ્તિમાં ભંગ થતું નથી. જ્યારે પ્રત્રજ્યા છોડી દેવાય છે, ત્યારે જ તે સામાયિકનો ભંગ થાય છે. નહીં કે તે સામાયિકની જ વિશુદ્ધિ વિશેષની પ્રાપ્તિમાં. જે ચારિત્રમાં પૂર્વ પર્યાયને છેદ કરી મહાવતેમાં ઉપસ્થાપના કરાય, તે છેદેપસ્થાપના. તે જ છેદપસ્થાપનીય ચારિત્ર છે. અથવા જ્યાં તે પૂર્વ પર્યાય છેદ અને મહાવ્રત સ્થાપના હોય, તે છેદેપસ્થાનિક તે સાતિચાર અને નિરતિચાર –એમ બે પ્રકારે છે. તેમાં નિરતિચાર ઈવર સામાયિકવાળા નવદીક્ષિતને અપાય છે અથવા તીર્થાતર સંક્રાતિમાં છે. એટલે એક ભગવાનના શાસનમાંથી બીજા ભગવાનના શાસનમાં જાય, ત્યારે છેદેપસ્થાપના અપાય છે. જેમકે
પાર્શ્વનાથ ભગવાનના તીર્થમાંથી વર્ધમાન સ્વામિના તીર્થમાં આવતા પાંચ મહાવ્રતને સ્વીકારતી વખતે હોય છે. મૂળગુણને ઘાત કરનારને ફરી જે ત્રતારોપણ થાય, તે સાતિચાર છે૫સ્થાપનીય ચારિત્ર કહેવાય.
પરિહરણ કરવું તે પરિહાર, જે એક તપ વિશેષ છે. તે તપ વડે જ વિશુદ્ધિ એટલે કર્મનિર્જરા જે ચારિત્રમાં હોય, તે પરિહારવિશુદ્ધિચારિત્ર. તે બે પ્રકારે છે. નિર્વિશમાનક અને નિર્વિષ્ટકાયિક.
વિવક્ષિત ચારિત્રને સેવનારાઓ નિર્વિશમાનક કહેવાય છે. અને જેમને વિવક્ષિત ચારિત્ર સેવ્યું છે, તે નિર્વિકાયિક કહેવાય છે. ચારિત્રીથી ચારિત્ર ભિન્ન ન હોવાના કારણે ચારિત્ર નિશિમાનક અને નિર્વિષ્ટકાયિક કહેવાય છે.
આમાં નવ સાધુનો ગણ હોય છે. એમાં ચાર નિર્વિશમાનક છે, ચાર તેમની વૈયાવચ્ચ કરનારા હોય છે. એક કલપસ્થિત વાચનાચાર્ય હોય છે. આ ચારિત્રનું વિસ્તારથી સ્વરૂપ ઓગણસીત્તેરમાં (૬૯) દ્વારમાં કહ્યું છે.
જેનાથી સંસારમાં પર્યટન એટલે રખડવાનું થાય, તે સંપરાય એટલે કષાયદય. જેમાં લેભના અંશરૂપ સૂફમકષાય બાંકી રહ્યો છે, તે સૂમસંપાય. તે વિશુદ્ધયમાનક અને સંફિલશ્યમાનક-એમ બે પ્રકારે છે. ક્ષપકશ્રેણી કે ઉપશમશ્રણ ચઢતાને વિશુદ્ધયમાનક અને ઉપશમશ્રેણીથી પડતાને સંફિલશ્યમાનક સૂમસં૫રાય ચારિત્ર હોય છે.
અથ શબ્દ યથાતથ્ય અર્થમાં છે. ઉપસર્ગ અભિવિધિ અર્થમાં છે. યથાતથ્યપણે અભિવિધિપૂર્વક જે ખ્યાત એટલે કહ્યું છે, તે અથાખ્યાત. એનું બીજું નામ