________________
૧૫૨. ત્રિકાલ–દ્રવ્યષટ્ક
૧૬૩
હવે શ્રાદ્ઘ ઉપસના અર્થ અભિવિધિમાં કરીએ તેા સભાવા સંપૂર્ણ ફેલાવારૂપ અભિવ્યાપ્તિપૂર્વક જેમાં જણાય છે તે આકાશ. આકાશ એ જ અસ્તિકાય છે તે આકાશાસ્તિકાય. એ લેાકાલેાક વ્યાપી અનંતપ્રદેશરૂપ દ્રવ્ય વિશેષ છે.
કાલ – સમસ્ત વસ્તુ સમૂહનું કલન એટલે સખ્યાન-જાણવું તે કાલ, અથવા ઉત્પન્ન થયેલાને આલિકા મુહૂદ્ઘિ સમય થયા છે, ઈત્યાદિ પ્રકારે સર્વ સચેતનઅચેતન વસ્તુને કેવલી વગેરે જેના વડે જાણે, તે કાલ–સમય આવલિકાદિરૂપ દ્રવ્યવિશેષ છે.
પુદ્ગલાસ્તિકાય ઃ :- પૂરણુ, ગલન સ્વભાવવાળા પુદ્દગલા છે. જે પરમાણુથી લઇ અનંતાણુસ્કંધ પર્યંતના હાય છે. આ પુદ્દગલા કાઇક દ્રવ્યામાંથી છૂટા પડે છે. તે કોઈક દ્રવ્યને પેાતાની સાથે જોડીને પુષ્ટ થાય છે. પુદ્દગલા તે જ અસ્તિકાય તે પુદ્ગલાસ્તિકાય.
જીવાસ્તિકાય ઃ– જે જીવે છે, જીવશે અને જીવ્યા છે તે જીવા. જીવા એ જ અસ્તિકાય તે જીવાસ્તિકાય. તે દરેક અસંખ્ય પ્રદેશરૂપ સંપૂર્ણ લેાકમાં રહેલ વિવિધ જીવદ્રવ્યના સમૂહ છે.
જીવ તથા પુદ્ગલાની ગતિ અન્યથા નહીં ઘટવાથી ધર્માસ્તિકાય દ્રવ્યની
જીવ તથા પુદ્દગલાની સ્થિતિ અન્યથા નહીં ઘટવાથી અધર્માસ્તિકાય દ્રવ્યની. જીવાદિ પદાર્થોના આધાર અન્યથા નહીં ઘટવાથી આકાશાસ્તિકાય દ્રવ્યની, બકુલ, અશાક, ચંપા વૃક્ષોની ફળ ફૂલ આપવાની જે નિયતતા અન્યથા નહીં ઘટવાથી કાળ દ્રવ્યની.
ઘટ વગેરે કાર્યં અન્યથા નહીં ઘટવાથી
પુદ્ગલાસ્તિકાય દ્રવ્યની.
દરેક પ્રાણીમાં સ્વાનુભવ સિદ્ધ ચૈતન્ય અન્યથા નહીં ઘટવાથી જીવાસ્તિકાય દ્રવ્યની. વિદ્યમાનતા (સત્ત્વ) જાણવી. નવતત્ત્વા
जीवा १ जीवा २ पुन्नं ३ पावा ४ ssसव ५ संवरो य ६ निज्जरणा ७ । बंधो ८ मोक्खो ९ य इमाई नव पयाई जिगमम्मि ||९७४ ||
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા, બધ, મેાક્ષ.-આ નવપદે જિનમતમાં એટલે શાસનમાં છે.
૧. સુખ દુઃખ ઉપયોગ લક્ષણવાળા જીવા છે.
ર. જીવથી વિપરીત અધર્માસ્તિકાય વગેરે અજીવ દ્રવ્યા.
૩. શુભ પ્રકૃતિરૂપ ક તે પુણ્ય.
૪. એનાથી વિપરીત અશુભ પ્રકૃતિરૂપ તે પાપ.
૫. જેનાથી કર્મો આવે તે આશ્રવ, જે શુભ-અશુભ કર્મ ગ્રહણના કારણુ હિંસા વગેરે રૂપે છે.