________________
૧૫૨ ત્રિકાલ-દ્રવ્યષક त्रैकाल्यं ३ द्रव्यषट्कं ६ नवपदसहितं जीवषट्कायलेश्याः ६, पञ्चान्ये चास्तिकाया ५ व्रत ५ समिति ५ गति ५ ज्ञान ५ चारित्र ५ भेदाः । इत्येते मोक्षमूलं त्रिभुवनमाहितैः प्रोक्तमहद्भिरीशैः,
प्रत्येति श्रद्दधाति स्पृशति च मतिमान यः स वैशुद्धदृष्टिः ॥९७१॥ ત્રણકાળ, છ દ્રવ્ય, નવતત્વ, છ જીવ, છકાય, છ લેશ્યા, પાંચ અસ્તિકાય, પાંચવ્રત, પાંચ સમિતિ, પાંચ ગતિ, પાંચ જ્ઞાન, પાંચ ચારિત્ર. આ બધાને ત્રિભુવન પૂજ્ય અરિહંત ભગવંતોએ મોક્ષના મળરૂપે કહ્યા છે. એને જે બુદ્ધિમાન જાણે છે, શ્રદ્ધા કરે છે, આદરે છે અને સ્પર્શે છે તે વિશુદ્ધ દષ્ટિ છે.
ત્રણકાળનો જે સમૂહ તે ત્રિકાળ, ત્રિકાળ એ જ સૈકાલ્ય એટલે ભૂતકાળ વગેરે ત્રણકાળો, ધર્માસ્તિકાય વગેરે છ ભેદ તે દ્રવ્યષક, જવ વગેરે નવપદ એટલે નવ તો, દ્રવ્યષર્કને જાણવાની જેમ, એકેન્દ્રિય વગેરે છ પ્રકારના છે, પૃથ્વીકાય વગેરે ષકાય; કૃષ્ણ લેશ્યા વગેરે છ વેશ્યાઓ.
ધર્માસ્તિકાય વગેરે પંચાસ્તિકાય, પ્રાણિવધ વિરમણરૂપ પાંચદ્રતે, ઈસમિતિ વગેરે પાંચ સમિતિ, નરકગતિ વિગેરે પાંચ ગતિઓ, મતિજ્ઞાન વિગેરે પાંચ જ્ઞાને. અને સામાયિક વગેરે પાંચ ચારિત્રે.
ઉપરોક્ત આ બધા પદાર્થો ત્રણભુવનવડે એટલે ત્રણ લેકવડે પૂજાયેલા “સ્વાભાવિકપણે, કર્મક્ષય થવાથી અને દેવોવડે કરાયેલ” એમ ત્રીસ અતિશયરૂપ પરમ ઐશ્વર્ય વડે શોભતા તીર્થકર વડે મોક્ષના કારણરૂપે ઉપદેશાયા છે, કહેવાયા છે, આથી જે બુદ્ધિમાન પુરુષ એટલે સારા વિવેકવાળે પુરુષ આ પદાર્થોને સ્વરૂપ વડે જાણે છે. “આ જ તવ છે. એ પ્રમાણે આત્માને (પોતાને) રુચાડે-ગામડે એટલે શ્રદ્ધા કરે અને સ્પર્શ છે એટલે યથાસ્થિતપણે સારી રીતે તેની સેવા કરે છે, તે સ્પષ્ટ પ્રગટપણે શુદ્ધ દૃષ્ટિ છે. શુદ્ધ એટલે મિથ્યાત્વરૂપ મલથી રહિત દષ્ટિવાળો એટલે સમ્યકત્વવાળો છે. (૯૭૧)
આ લેકની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કાળત્રિકની વ્યાખ્યા કરે છે. | કાળત્રિક –
एयस्स विवरणमिणं तिकालमईयवट्टमाणेहिं ।
हाइ भविस्सजुएहिं दव्वच्छकं पुणो एयं ॥९७२॥ ભૂત, ભવિષ્ય અને વર્તમાન-એમ ત્રણકાળ છે અને છ દ્રવ્ય આ પ્રમાણે છે. ૨૧