________________
૧૪૮. સમ્યક્ત્વના સડસઠ ભેદો
૧૩૯ આ છ ભાવના વડે ભાવિત થતું સમ્યફ વિલંબ વિના નિરુપમ મેક્ષ સુખનું સાધક થાય છે. (૯૪૦) છ સ્થાન - अत्थि य १ मिच्चो २ कुणई ३ कयं च वेएइ ४ अस्थि निव्वाणं ५। अत्थि य मोक्खावाओ ६ छस्सम्मत्तस्स ठाणाई ॥९४१॥
(૧) આત્મા છે (૨) નિત્ય છે (૩) કામ કરે છે. (૪) કરેલ કમ ભોગવે છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષને ઉપાય છે. આ સમકિતના છે સ્થાને છે,
(૧) આતમા છે -અતિ એટલે છે. અને ચ શબ્દ એવકાર એટલે “જ” કાર રૂપ હેવાથી એ અર્થ નીકળે છે, “જીવ છે જ” કેમ કે દરેક પ્રાણીમાં સ્વાનુભવ રૂપ પ્રમાણ પ્રસિદ્ધ ચૈતન્યની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે
આ ચૈતન્ય ભૂતનો ધર્મ (સ્વભાવ) નથી. જે ચૈતન્ય ભૂતેને સ્વભાવ હોય, તે પૃથ્વીની કઠિનતાની જેમ બધી જગ્યાએ હંમેશા જણાવો જોઈએ. પણ માટીના ઢેફામાં અને મડદામાં ચિતન્ય જણાતું નથી.
ચૈતન્ય એ ભૂતનું કાર્ય પણ નથી. અત્યંત વૈલક્ષણ્ય એટલે બિલકુલ જુદા સ્વભાવવાળું હોવાથી જ કાર્ય કારણુભાવની પ્રાપ્તિ થતી નથી. પ્રત્યક્ષથી ભૂતે કાઠિન્યાદિ સ્વભાવવાળા જ જણાય છે. જ્યારે ચૈતન્ય તેનાથી જુદા સ્વભાવનું છે, તે પછી ભૂત અને ચૈતન્યને કાર્યકારણ ભાવ શી રીતે થાય? માટે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ નથી કે ભૂતેનું કાર્ય નથી. દરેક પ્રાણીઓથી અનુભવ સિદ્ધ ચિતન્ય વિદ્યમાન છે. આથી નક્કી થયું કે આ ચૈતન્ય જેને હેય, તે જીવ છે. આના વડે નાસ્તિક મતને નિરસન કર્યું.
(૨) આત્મા નિત્ય છે -તે છવ નિત્ય છે. એટલે ઉત્પત્તિ–નાશ વગરનો છે. કારણ કે જીવને ઉત્પન્ન કરનારા કારણને અભાવ હોવાથી અને સલૂને સર્વથા વિનાશ ન થતો હોવાથી જીવ નિત્ય છે. જીવ જે અનિત્ય હોય, તે બંધ મેક્ષ વગેરે ક્રિયાઓ એકજ જીવ પદાર્થમાં ઘટી શકે નહિ તે આ પ્રમાણે,
જે આત્માને નિત્ય ન સ્વીકારીએ અને આગળ-પાછળની તૂટેલા ક્ષણના અનુસંધાને રૂપ જ્ઞાન ક્ષણ રૂપ જ છે–એમ માનીએ તે કર્મનો બંધ બીજાને થાય અને કર્મને ક્ષય એટલે મેક્ષ અન્યને થશે, ભૂખ બીજાને લાગે અને તૃપ્ત બીજે થાય, અન્ય અનુભવ કરે તેની સ્મૃતિ બીજાને થાય, ચિકિત્સાની પીડા બીજે અનુભવે અને રોગ રહિત બીજો થાય, તપનું કઈ બીજો અનુભવે અને સ્વર્ગ સુખ બીજો અનુભ, શાસ્ત્રનો અભ્યાસ બીજે કરે અને શાસ્ત્રને પાર બીજો પામે–એટલે અતિપ્રસંગ આવતું હોવાથી આ વાત બરાબર નથી. આ પ્રમાણે બૌદ્ધના સિદ્ધાંત રૂપ અંધકારને નાશ કર્યો.