________________
૧૪૦
.
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ (૩) જીવ કર્તા છે :- તે જીવ કરે છે એટલે કર્તા છે જીવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે બંધના કારણેથી જોડાઈને તે તે કર્મોને બાંધે છે. (કરે છે.) જે જીવ કર્મને કર્તા ન હોય, તે દરેક જીમાં જણાતા જુદા-જુદા પ્રકારના સુખ-દુઃખ વિગેરેના , અનુભવ તે નહિં થાય તે આ પ્રમાણે.
લેકમાં જે સુખ અથવા દુઃખની વિચિત્રતા જણાય, છે તે સુખ દુઃખાનુભવ રૂપ એ વિચિત્રતા કારણ વગર નથી. જે તે કારણ વગરની હોય, તે હંમેશા સદ્દભાવ અથવા અભાવ માનવાને પ્રસંગ આવશે.
“નિત્યં સરવમસર્વ વાતોચાન વેક્ષા(પ્રમાણ વાર્તિક ૩/૩૫)
હેતું ન હોવાથી, અન્યની અપેક્ષા ન હોવાથી નિત્ય, સર્વ અથવા અસરવ હેય.” એ ન્યાય છે તેથી આ સુખ-દુઃખના અનુભવરૂપ કાર્યમાં જીવના પિતાના કરેલા કર્મ જ કારણ છે, માટે જીવ કર્મોનો કર્તા છે એમ સિદ્ધ થયું અને કપિલમત એટલે સાંખ્ય મતનું ખંડન થયું.
પ્રશ્ન :- આ જીવ સુખને અભિલાષી છે. ક્યારે પણ પોતે દુઃખની ઈચ્છા કરતે નથી. આ સર્વ સામાન્ય નિયમ છે, હવે જે જીવ પિતાના કર્મોને કર્તા હોય તે પછી દુઃખ આવે તેવા કર્મો શા માટે કરે છે?
ઉત્તર :- નિરોગપણને ઇચ્છતે પણ રોગી, રોગથી પરાભવ પામેલ હેવાથી અપથ્ય ક્રિયા ભવિષ્યમાં નુકસાનકારક છે એમ જાણતા હોવા છતાં પણ જેમ અપથ્ય ક્લિાને સેવે છે, તેમ આ જીવ પણ મિથ્યાત્વાદિથી પરાભવ પામેલ હોવાથી કંઈક જાણતા હોવા છતાં પણ દુઃખદાયક કર્મોને કરે છે.
(૪) આત્મા કર્મોને ભક્તા છે - તે જીવ પોતાના કરેલા શુભાશુભ કર્મોના ફળને પોતે જાતે જ ભગવે છે. તે અનુભવ લેકવ્યવહાર અને આગમ પ્રમાણ વડે જે રીતે ઘટે છે તે આ પ્રમાણે.
જે જીવ પોતાના કરેલ કર્મોના ફળને ભક્તા ન હોય, તે સિદ્ધભગવંત અને આકાશની જેમ તેને સુખ-દુઃખને અનુભવ ન થાય કેમકે તેમને સુખ–દુઃખના અનુભવમાં કારણભૂત શાતા-અશાતા વેદનીયકર્મોની હાજરી નથી, કારણ કે દરેક પ્રાણીમાં સ્વસંવેદના સિદ્ધ, સુખ અને દુઃખનો અનુભવ જણાય છે. લોકમાં પણ આ જીવ પ્રાયઃ કરી ભક્તા તરીકે મનાય છે. જેમ કે કઈક સુખી પુરુષને જોઈ લો કે કહે છે કે “આ પુણ્યશાળી છે. કે જે આવા પ્રકારના સુખને અનુભવે છે.” તથા આગમમાં અને જેનેતર ગ્રંથમાં પણ છવ ભક્તા તરીકે પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે.
સર્વ કર્મ (જીવ) પ્રદેશ રૂપે ભગવે છે. પણ અનુભવ એટલે રસથી ભજના છે.” સેંકડે-કડ કલ્પ (વર્ષે) પણ કરેલા કર્મ ક્ષય થતાં નથી.