________________
૧૩૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ (૬) ગુરુનિગ્રહ - ગુરુ એટલે માતા-પિતા વિગેરે. કહ્યું છે કે “સજનના મતે માતા-પિતા-કલાચાર્ય એમની જ્ઞાતિઓ તથા વૃદ્ધો (વડીલે) ધર્મોપદેશક આ ગુરુવર્ગ કહેવાય છે. આ ગુરુવર્ગને જે નિગ્રહ એટલે આગ્રહ તે ગુરુનિગ્રહ. આ છ અપવાદ જિનશાસનમાં છે. અર્થાત્ સમતિ સ્વીકારેલ જીવને પરધમ વિગેરેના વંદનને નિષેધ છે. પણ જે રાજા વિગેરેના છ અભિયેગોને કારણે ભક્તિ વગર દ્રવ્યથી વંદનાદિ કરે, તે સમ્યકત્વને અતિચાર લાગતું નથી કે ભંગ થતું નથી. (૩૯)
છ ભાવના :
मूलं १ दारं २ पइट्ठाण ३ आहारो ४ भायाणं ५ निही ६ । ___ दुच्छक्कस्सावि धम्मस्स सम्मत्तं परिकित्तियं ॥ ९४० ॥
સમ્યક્ત્વને બાર પ્રકારના શ્રાવધર્મના (૧) મૂળ, (૨) દ્વાર, (૩) પ્રતિષ્ઠાન, (૪) આધાર, (૫) ભાજન અને (૬) નિધિરૂપ કહ્યું છે.
(૧) મળી - તીર્થકર ભગવંતેએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતરૂપી બાર પ્રકારના ચારિત્રધર્મનું આ સમ્યકત્વને મૂળ રૂપ કહ્યું છે.
જેમ મૂળ વગરનું ઝાડ પ્રચંડ પવન વડે ધ્રુજતું તરત જ નીચે પડે-એમ ધર્મવૃક્ષ પણ મજબૂત એવા સમકિત રૂપ મૂળ વગર વિધર્મીઓ રૂપ પવનથી અલિત થઈને સ્થિરતાને પામતું નથી.
(૨) દ્વાર - પ્રવેશ કરવા માટેનું બારણું, જેમ દરવાજા વગરનું નગર ચારે બાજુ કિલ્લાથી વિંટળાયેલ હોવા છતાં પણ લેકનું આવાગમન ન થતું હોવાથી નગર રૂપે રહેતું નથી. એમ ધર્મરૂપ મહાનગર પણ સમકિત રૂપી બારણું વગર પામવું અશક્ય છે.
(૩) પ્રતિષ્ઠાન (પીઠ) - જેના ઉપર પ્રાસાદ એટલે મહેલ ટકે તે પીઠ (પ્લીન્થ) કહેવાય, તેથી જે પીઠ સમાન હોય તે પીઠ કહેવાય. જેમ પાણી ન આવે
ત્યાં સુધી જમીનમાં પાયે બેદી તેને પૂર્યા વગર જે મકાન કરાય તે તે સ્થિર થતું નથી. તેમ ધર્મરૂપી મકાન સમ્યક્ત્વ રૂપી પીઠ વગર નિશ્ચલ-સ્થિર થતું નથી.
(૪) આધાર -આધાર એટલે આશ્રય. જેમ પૃથ્વીના આધાર કે આશ્રય વગર આ જગત નિરાલંબન રૂપે રહી શકતું નથી. તેમ ધર્મ રૂપ જગત પણ સમ્યક્ત્વ રૂપ આધાર વગર ટકતું નથી.
(૫) ભાજન -ભાજન એટલે પાત્ર, વાસણ, જેમ કુંડી વિગેરે વાસણ વિશેષ વગર દૂધપાક, ખીર વિગેરે દ્રવ્યને સમૂહ નાશ પામે છે. તેમ ધર્મ દ્રવ્યને સમૂહ પણ સમકિતરૂપ વાસણ વગર નાશ પામે છે.
(૬) નિધિ - નિધિ એટલે ખાણ જેમ વિશાળ ખાણ, વિના ઘણા મોંઘા મોતી, સેનું વિગેરે દ્રવ્ય મળતું નથી. તેમ સમકિત રૂપ મહાનિધાનને મેળવ્યા વગર નિરુપમ સુખ આપનાર ચારિત્ર ધર્મ પ્રાપ્ત થતું નથી.