________________
૧૩૭
૧૪૮. સમ્યક્ત્વના સડસઠ ભેદ
તે મિથ્યાત્વીઓ સાથે બેલવાના કારણે તેઓ સાથે પરિચય થ, તેમના ક્રિયાકાંડ સાંભળવા, જેવા વિગેરેથી મિથ્યાત્વને ઉદય પણ થાય. જે એ મિથ્યાત્વી પહેલા બેલા તે અસંભ્રમપણે લોકનિંદાના ભયથી કંઈક બોલવું તથા તે અન્યધર્મીઓને અશન-પાન ખાદિમ-સ્વાદિમ, વસ્ત્ર–પાત્ર વિગેરે હું આવું નહીં. તે આહારાદિ આપવાથી પિતાને તેમજ જેનારા બીજાઓને તે મિથ્યાત્વીઓ પર બહુમાન સદ્દભાવ વિગેરે થવાના કારણે મિથ્યાત્વ પામે, જિનશાસનમાં અન્ય ધર્મીઓને ભક્તિથી અશનાદિનું દાન કરવાને નિષેધ છે. અનુકંપાથી નિષેધ નથી અનુકંપનીય જે તેઓ જણાતા હોય, તે તેઓને પણ દાન આપવું. કહ્યું છે કે... “દુર્જય એવા રાગ-દ્વેષ મેહને જીતનારા જિનેશ્વરેએ જીની દયા માટે દાનને ક્યાંય નિષેધ કર્યો નથી.
અન્ય દે કે અન્ય ધર્મીઓએ ગ્રહણ કરેલ એટલે એમના કબજામાં રહેલ જિનપ્રતિમા વિગેરેની પૂજા વિગેરે માટે ગંધ, કુલ વિગેરે મોકલીશ નહીં, આદિ શબ્દથી એમને વિનય, વૈયાવચ્ચ, યાત્રા, સ્નાત્ર વિગેરે પણ કરું નહીં, કેમ કે તે કરવાથી લોકોનું મિથ્યાત્વ સ્થિર કરાય છે. પરતીર્થિક વિગેરેને વંદન-નમસ્કારઆપન-સંલપન, અશનાદિનું દાન, ગંધ, પુષ્પ વિગેરે મેકલવા રૂપ આ છ યતનાઓ વડે યતના કરતે સમ્યકત્વને અતિક્રમ નથી–ઉલંધતે નથી(૯૩૭-૯૩૮) છ આગાર ઃ
गयाभिओगो य १ गणाभिओगो २, बलाभिओगो य ३ सुरामिओगो ४ । कतारवित्ती ५ गुरुनिग्गहो य ६, छ छिडिआओ जिणसासणम्मि ॥९३९॥
જિનશાસનમાં (૧) રાજાભિયોગ, (૨) ગણાભિયોગ, (૩) બલાભિયોગ, (૪) દેવાભિયોગ, (૫) કાંતારવૃત્તિ, (૬) ગુરુનિગ્રહ. આ છ આગારો છે. ઈચ્છા ન હોવા છતાં પણ જે પ્રવૃત્તિ કે ક્રિયા કરવી પડે તે અભિયોગ.
(૧) રાજાભિગ :- રાજાને જે અભિગ તે રાજાભિયેગ. (૨) ગણુભિયોગ - ગણ એટલે સ્વજન સગા વહાલાને સમૂહ તેને જે અભિગ તે ગણાભિગ.
(૩) બલાભિગ :- બળવાન પુરુષ હઠપૂર્વક જે કરાવે તે બલાભિયોગ. (૪) સુરભિગ :- કુલ દેવતા વિગેરેને જે અભિગ તે સુરભિગ. | (૫) કાંતારવૃત્તિ – કાંતાર એટલે જંગલ તેમાં જે વૃત્તિ એટલે નિર્વાહ કરવો, તે કાંતારવૃત્તિ અથવા જંગલ જેમ બાધા એટલે મુશ્કેલીનું કારણ છે. માટે અહિં કતાર શબ્દથી બાધા અર્થની વિવક્ષા કરવી. તેથી બાધાથી–મુશ્કેલીથી વૃત્તિ એટલે પ્રાણ ધારણારૂપ નિર્વાહ થાય, તે કાંતારવૃત્તિ. જેમાં મુશ્કેલીથી જીવનનિર્વાહ થાય તે કાંતારવૃત્તિ. ૧૮