________________
૧૩૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૪. નૈમિત્તિક - જે ત્રણકાળના લાભ અલાભને જણાવનાર શાસ્ત્રને જાણે-ભણે તે નૈમિત્તિક. એટલે સારી રીતે નિશ્ચયપૂર્વકભૂતકાળ વગેરે ત્રણે કાળને જે જાણે તે નૈમિત્તિક.
પ. તપસ્વી - વિપ્રકૃષ્ટ એટલે અક્રમ વગેરે કઠોર દુષ્કર તપ કરનાર જે હોય તે તપસ્વી.
૬. વિદ્યાવાન –જેમને પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાદેવીએ કે શાસનદેવતા સહાયકરૂપે હોય તે વિદ્યાવાન. જેમ વજાસ્વામિ
૭. સિદ્ધ -અંજન, પાલેપ, તિલક, ગુટિકા, સકલજીનું આકર્ષણ, વૈકિયલબ્ધિ વગેરે સિદ્ધિઓ વડે જે સિદ્ધ થયા હોય તે સિદ્ધ, એટલે જેમની પાસે ઉપરોક્ત સિદ્ધિ હોય તે સિદ્ધ.
૮, કવિ - ૪વરે ફરિ વિ એટલે નવી નવી રચનાની ચતુરાઈ યુક્ત અત્યંત પરિપવ અને રસદાર-રસના આસ્વાદ વડે સજજનેના હૃદયને આનંદ કરાવનારી સમસ્ત ભાષાની વિદ્વત્તાયુક્ત, સુંદર ગદ્ય-પદ્ય રચનાઓ વડે જે વર્ણન કરે તે કવિ.
આ પ્રવચનિક વગેરે આઠે- શાસનને-પ્રવચનને પ્રભાવિત કરતા હોવાથી પ્રભાવક કહેવાય છે. શાસન પ્રવચન સ્વયં પ્રકાશક સ્વભાવવાળું જ છે. તેને દેશકાળ વગેરેને ઉચિત પ્રવૃત્તિ વડે સહાય કરવા દ્વારા પ્રકાશિત (પ્રભાવિત) કરે, તેથી પ્રભાવક કહેવાય. તે પ્રભાવકેનું જે કાર્ય તે પ્રભાવના. તે શાસન પ્રભાવના સમ્યકત્વને નિર્મળ કરે છે.
બીજા ગ્રંશેમાં આઠ પ્રભાવકે બીજા પ્રકારે પણ કહ્યા છે. ૧. અતિશેષઋદ્ધિવાળા અતિશય (લબ્ધિવાળા), ૨. ધર્મકથક (વ્યાખ્યાનકાર), ૩. વાદી, ૪. આચાર્ય પ. ક્ષપક (તપસ્વી), ૬. નૈમિત્તિક, ૭. વિદ્યાવંત, ૮. રાજગણસંમત (રાજમાન્ય). આ આઠ તીર્થને પ્રભાવિત કરે છે. જેમાં અતિશેષ એટલે અવધિજ્ઞાન મન પર્યવજ્ઞાન આમષષધિ વગેરે અતિશય એટલે લબ્ધિરૂપી ઋદ્ધિઓ જેમની પાસે હોય તે અતિશેષદ્ધિ. રાજસમત એટલે રાજાને પ્રિય. ગણસમ્મત એટલે મહાજન વગેરેને બહુમાન્ય. (૯૩૪) પાંચ ભૂષણ – जिणसासणे कुसलया १ पभावणा २ ऽऽययणसेवणा ३ थिरया ४ । भत्ती य ५ गुणा सम्मत्तदीवया उत्तमा पंच ॥ ९३५ ॥
(૧) જિનશાસનમાં કુશળતા, (૨) પ્રભાવના, (૩) આયતનસેવના, (૪) સ્થિરતા, (૫) ભક્તિ-આ પાંચે સમ્યક્ત્વને પ્રકાશિત (દેદિપ્યમાન) કરનારા ઉત્તમ ગુણે છે.
૧. જિનશાસનમાં કુશળતા :-જિનશાસન એટલે અહંદુ દર્શન. તેમાં કુશળતા એટલે નિપુણતા પ્રાપ્ત કરી હોય, તે જિનશાસનકુશળ. (તે જિનશાસનની કુશળતાના કારણે જુદા જુદા ઉપાયે વડે સુખપૂર્વક બીજા ને પ્રતિબધ કરી શકે ).