________________
૧૪૮. સમ્યકત્વના સડસઠ ભેદ
૧૩૩ - જિનેશ્વર વગેરે ત્રણ જ જગતમાં સારરૂપે છે, તે સિવાયનું બધુંયે અસાર છે –એમ વિચારવાથી સમ્યકત્વની શુદ્ધિ થાય છે. માટે આ ત્રણ શુદ્ધિ કહી. (૯૩૨)
પાંચ દૂષણ ત્યાગ – संका १ कंख २ विगिच्छा ३ पसंस ४ तह संथवो कुलिंगीसु ५ । सम्मत्तस्सऽइयारा परिहरियव्वा पयत्तेणं ॥ ९३३ ॥
શકા, કાંક્ષા, વિચિકિત્સા, મિશ્રાદષ્ટિપ્રશંસા, મિદષ્ટિસંસ્તવ એટલે પરિચય- એ સમ્યકત્વના પાંચ અતિચારો પ્રયત્નપૂર્વક છેડવા.
(૧) શંકા - સર્વજ્ઞભગવંતે કહેલા વચનોમાં સંશય કરવો તે શંકા, (૨) કાંક્ષા :- અન્ય દર્શને એટલે ધર્મોની ઈચ્છા તે કાંક્ષા. (૩) વિચિકિત્સા - સદ્દઆચાર તથા સાધુઓ વગેરેની નિંદા તે વિચિકત્સા (૪) કુલિંગી પ્રશંસા –કુલિંગી એટલે અન્યદર્શની, તેની પ્રશંસા તે કુલિંગી પ્રશંસા
(૫) કુલિંગી સસ્તવ :- કુલિંગીઓને સંસ્તવ એટલે સંભાષણ, વાતચીત વગેરે વડે પરિચય કરે તે કુલિંગીસંસ્તવ.
આ શંકા વગેરે પાંચે સમ્યક્ત્વને મલિન કરનાર લેવાથી અતિચારે એટલે દેશે છે. તે સમ્યગદષ્ટિઓએ પ્રયત્નપૂર્વક છોડવા. આનું વિશેષ સ્વરૂપ (છઠ્ઠા) શ્રાવક પ્રતિક્રમણ અતિચાર દ્વારમાં પ્રતિપાદન કર્યું છે. (૯૩૩)
આઠ પ્રભાવક :पावयणी १ घम्मकही २ वाई ३ नेमित्तिओ. ४ तवस्सी ५ य । विज्जा ६ सिद्धो य ७ कवी ८ अद्वैव पभावगा भणिया ॥ ९३४ ॥
(૧) પ્રવચનિક, (૨) ધર્મકથી, (૩) વાદી, (૪) નૈમિત્તિક, (૫) તપસ્વી, (૬) વિદ્યા, (૭) સિદ્ધ, (૮) કવિ-આ આઠ પ્રભાવકે કહ્યા છે.
૧. પાવચનિક-પ્રવચન એટલે દ્વાદશાંગી. તે જેમની પાસે અતિશય પૂર્વક હોય, તે પ્રવચની એટલે યુગપ્રધાન-આગમધર વિગેરે.
૨. ધમકથી –જેમની ધર્મકથા એટલે વ્યાખ્યાનશક્તિ સુંદર હોય, તે ધર્મકથી. જે ક્ષીરાશ્રવ વગેરે લબ્ધિસંપન્ન હોવાથી પાણી ભરેલા વાદળ જેવી વનિપૂર્વક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની અને નિર્વેદની-રૂપ ચાર પ્રકારની લેકના મનને આનંદકારી ધર્મકથા કરે.
૩. વાદી -૧. વાદી, ૨. પ્રતિવાદી, ૩. સભ્ય, ૪. સભાપતિ-એવી ચાર પ્રકારની સભામાં પ્રતિપક્ષ એટલે વિરોધી પક્ષના ખંડનપૂર્વક સ્વપક્ષના સ્થાપન માટે જે અવશ્ય બોલે તે વાદી.
નિરુપમવાદલબ્ધિ યુક્ત હોવાથી વાચાળવાદીઓના સમૂહ વડે પણ જેની વાણું પરાસ્ત (નિસ્તેજ) ન થાય તે વાદી.