________________
૧૪૮. સમ્યત્વના સડસઠ ભેદ
૧૩૫ ર. પ્રભાવના -જિનશાસન વિષયક પ્રભાવના પ્રભાવના એટલે જિનેન્દ્રશાસનને ઉત્પન્ન કરે તે (એટલે બીજાના હૃદયમાં જિનશાસન પ્રત્યે આદર-બહુમાન પ્રગટાવેઉત્પન્ન કરે તે.) ઉત્પત્તિમાં જે પ્રયોજક એટલે કારણરૂપ હોય તે પ્રભાવના. તે પ્રભાવના કરે તે પ્રભાવક. તેના આઠ પ્રકાર આગળ કહી ગયા છીએ.
આ પ્રભાવના ફરી અહી કહેવામાં આવે છે, તેનું કારણ એ છે કે તે સ્વ-પરને ઉપકારી અને તીર્થકર નામકર્મના બંધનું કારણ હોવાથી તેની પ્રધાનતા બતાવવા માટે છે.
૩. આયતન આવનાઃ- આયતન એટલે ઘર સ્થાન. તે આયતન બે પ્રકારે છે. દ્રવ્ય અને ભાવથી. તેમાં જિનમંદિર વગેરે દ્રવ્યાયતન અને જ્ઞાન, દર્શન, ચારિત્રના આધાર રૂપ સાધુ વગેરે ભાવાયતન છે. તે આયતનનું આસેવન એટલે પર્ય પાસના.
૪. સ્થિરતા - જિન ધર્મમાં અસ્થિર ચિત્તવાળા થયેલા બીજાને સ્થિર કરવા અથવા બીજા અન્ય ધમી ઓની સમૃદ્ધિ ચમત્કાર જેવા છતાં પણ પિતે જિનશાસનમાં સ્થિર રહેવું.
પ. ભક્તિ - પ્રવચન (શાસન) પ્રત્યે વિનય વૈયાવચરૂપ સેવા કરવા વડે ભક્તિ કરે. આ પાંચે સમ્યક્ત્વના દીપક પ્રભાસિત કરનારા ઉત્તમગુણરૂપ ભૂષણ છે. એટલે આ ગુણો વડે સમ્યહવ અલંકૃત થાય છે-શોભે છે. (૩૫) પાંચ લક્ષણ :उवसम १ संवेगोवि य २ निव्वेओ ३ तह य होइ अणुकंपा ४ । अत्थिक्कं चिय ५ एए संमत्ते लक्खणा पंच ॥ ९३६ ॥
(૧) ઉપશમ, (૨) સંવેગ, (૩) નિર્વેદ, (૪) અનુકંપ અને, (૫) આસ્તિફય- આ પાંચ સમ્યક્ત્વના લક્ષણ છે.
(૧) ઉપશમ - અપરાધ કરનારા ઉપર પણ ગુસ્સાને જે ત્યાગ તે ઉપશમ. તે કેઈકને કષાયની પરિણતિના કડવા વિપાક એટલે ફળ જવાના કારણે હોય છે. તે કોઈકને સ્વભાવથી જ હોય છે.
(૨) સંવેગ :- દેવ મનુષ્યના સુખના ત્યાગપૂર્વક મુક્તિના સુખની જે ઈરછા તે સંવેગ. સમ્યગદષ્ટિ ચક્રવર્તી તથા ઈન્દ્રના વિષયસુખને દુઃખ મિશ્રિત (સંપર્કવાળા) હોવાથી દુઃખરૂપે માનતે મોક્ષ સુખને જ સુખરૂપે માને છે અને ઈચ્છે છે. . (૩) નિર્વેદ - નારક, તિર્યંચ વગેરે સાંસારિક દુઃખથી નિર્વિણતા એટલે કંટાળો, તે નિર્વેદ. સમ્યગ્દષ્ટિએ દુઃખથી અતિગહન સંસારરૂપી જેલમાં કેદખાનામાં) અતિભારે કર્મરૂપ કોટવાલ વડે ભિન્નભિન્ન પ્રકારે વિડંબના પામતા તેને પ્રતિકાર ન કરી શકવાથી નિર્મમભાવે (મમત્વ વગર) દુઃખથી નિર્વિણતા (વૈરાગ્ય) પામે.