________________
૧૪૩. લેકસ્વરૂપ
૧૧૩ આઠ રુચકપ્રદેશરૂપ સમભૂતલ ભૂમિભાગથી ઉપર તરફ જતા પહેલી બે એટલે ઓગણત્રીસમી (૨૯મી) રેખાની ઉપરની આડી બે રેખાના ચાર ચાર ખંડે જે ત્રણનાડીમાં જ છે. ત્યાં ત્રસનાડીની બહાર ખંડેને અભાવ છે. તેની ઉપરની બે પંકિતમાં છ છ ખંડે છે. તેમાં ચાર ખંડ ત્રસનાડીમાં અને બંને તરફ ના પડખે એક એક ખંડ ત્રસનાડી બહાર છે. તે પછીની એક પંક્તિમાં આઠ ખંડે અને બીજી એક પંક્તિમાં દસ ખંડે છે. તે આ પ્રમાણે
એક પક્તિમાં વસનાડીમાં ચારખંડે અને બંને તરફના પડખામાં બે-બે ખંડે છે. એમ કુલ્લે આઠ ખંડે થાય છે.
બીજી પંક્તિમાં ચાર ખંડ નાડીમાં અને નાડી બહાર બંને પડખે ત્રણ ત્રણ ખંડે એમ કુલે દસ ખંડ થાય.
તે પછીની બે પંક્તિમાં બાર બાર ખંડે છે. જેમાં વચ્ચેના ચારડે લેકનાડી માં અને લેકનાડી બહાર ચાર ચાર ખંડ છે.
તે પછીની બે પંક્તિમાં સોળ સોળ ખંડ એમાં ચાર વચ્ચે લેકનાડીમાં અને આજુબાજુના પડખે છ છ ખડે છે.
તેની ઉપરની ચાર પંક્તિમાં દરેકની અંદર વીસ વીસ ખંડે છે. તેમાં વચ્ચેના ચાર લેકનાડીમાં અને આજુબાજુના પડખે આઠ આઠ ખંડ છે.
આ પ્રમાણે ઊર્વકમાં ચૌદ પંક્તિમાં યથાયોગ્ય ખંડની વૃદ્ધિ કહી. (૯૦૭) હવે આ જ ચૌદ પંક્તિમાં ખંડની હાનિ કહે છે. पुणरवि सोलस दोसुं बारस दोसुपि हुंति नायव्वा । तिसु दस तिसु अट्ठच्छा य दोसु दोसुपि चत्तारि ॥९०८।।
ફરી ઉપરની બે પંક્તિમાં સેવા સેળ ખંડેની, બેમાં બાર બારની, ત્રણમાં દસ દસની, ત્રણમાં આઠ આઠની, બે માં છ છ ની, અને એમાં ચાર ખંડેની હાનિ છે.
ફરી ઉપરની બે પંક્તિમાં સોળ સોળ ખંડેની હાનિ છે. તેની વિચારણા દરેક સ્થળે આગળ પ્રમાણે (૯૦૭) ગાથા પ્રમાણે જાણવી. તે પછી ની બે પંક્તિમાં બાર બાર ખંડની, તે પછીની ત્રણ પંક્તિમાં દસ દસ ખંડેની, તે પછીની ત્રણ પંક્તિમાં આઠ આઠ ખંડે, તે પછીની બે પંક્તિમાં છ-છ ખંડની હાનિ, તે પછી સહુથી ઉપરની બે પંક્તિમાં ચાર ચાર ખંડે નાડીમાં જ છે.
આ પ્રમાણે પિતાના (ટીકાકારના ગુરુએ) બતાવેલ સ્થાપનાનુસારે રૂચકપ્રદેશથી લઈ લેકના અંત સુધીના તિરિય ર૩રો રોપું વગેરે બે ગાથામાં કહેલ ખંડની વ્યાખ્યા કરી.