________________
૧૧૨
પ્રવચન સારોદ્ધાર: ભાગ-૨.:
નીચેની તરફ અધોમુખ એટલે ઊંધા કરેલા કેડિયા-મહૂક-શરાવડા સમાન આકારવાળે અને ઉપર તરફ સંપુટ કરેલા એટલે એક શરાવડાને બીજા શરાવડા વડે ઢાંકેલ હોય એવા શરાવડા સમાન આકારવાળે લેક છે. આને ભાવાર્થ એ છે કે
પહેલા એક શરાવડા (કેડિયા)ને ઊંધુ મૂકવું પછી તેના ઉપર બીજુ શરાવડુ મૂકવામાં આવે, પછી તેના પર ત્રીજુ શરાવડુ ઉંધુ મૂકવામાં આવે. આ પ્રમાણે ગોઠવતા ત્રણ શરાવડાના આકાર સમાન સંપૂર્ણ લક રહેલ છે. તે લોક ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવરૂપ પંચાસ્તિકાયથી વ્યાપ્ત છે. (૯૦૫)
હવે ચૌદરાજલોકમયલોકના અસત્ કલ્પનાથી ખંડ વિભાગો બતાવવા માટે ખંડ બનાવવાની રીત કહે છે - તિરિશ સત્તાવના વહુ વંવ હૃતિ રેહા
, पाएसु चउसु रज्जू चउदस रज्जू य तसनाडी ॥९०६॥
સત્તાવન તિષ્ઠી (આડી રેખાઓ અને પાંચ ઉભી રેખાઓ દોરવી, ચાર પાદ એટલે ખંડેવિડે એક રાજ થાય, ચૌદરાજ પ્રમાણુ ત્રસનાડી છે.
પાટી વગેરે ઉપર તિરછી એટલે (આડી) સત્તાવન (૫૭) રેખાઓ દેરવી. પછી તેના પર ઊભી એટલે ઉપરથી નીચે સુધીની પાંચ રેખાઓ દોરવી. ચાર પદે એટલે ખંડ વડે એકરાજ થાય. અહીં ચાર ખંડે વડે એક રાજની કલ્પના કરી છે. તેથી એકરાજના ચોથા ભાગને ખંડ કે પાદ કહ્યો છે. ઉપરથી નીચે સુધી ત્રસનાડી ચૌદરાજ લોક પ્રમાણ છે. આની વિચારણા આ પ્રમાણે છે.
આડી રેલી સત્તાવન રેખાઓ ઉપર ઊભી રેલ પાંચ રેખા વડે છપ્પન ખંડે (ખાના) થાય છે. ચાર ખંડ વડે એકરાજ લોક એ નિયમ પ્રમાણે છપ્પન (૫૬) ખંડેને ચારવડે ભાગતા ઉપરથી નીચે સુધીમાં ચૌદરાજ થશે. ત્રસનાડી ઉપર કે નીચેના દરેક ભાગે ઊભી પાંચ રેખાના કારણે આડી (તરિછી) ફક્ત એકજ રાજ થાય છે. આ પ્રમાણે ત્રસનાડીમાં ઉપરથી નીચે સુધીમાં થતા ખંડે કહ્યા. (૯૦૬)
હવે સમસ્ત લેકના તિર્થો (આડા) ખંડને કહે છે. તેમાં પ્રથમ ઊદવે લેકમાં રુચક આઠ પ્રદેશથી લેકાંત સુધી જે તિર્થો ખંડો થાય છે તે કહે છે – तिरियं चउरो दोसु छ दोसु अट्ठ दस य इविक्के । बारस दोसुं सोलस दोसुं वीसा य चउसुंपि ॥९०७॥
તિજીંખડો માં પ્રથમ બે (પંક્તિ)માં ચાર ચાર ખંડે, બેમાં છ છ ખંડ પછી એકમાં આઠ આઠ, એકમાં દશ દશ, બેમાં બાર બાર એમાં સેવા સેળ અને ચાર પંક્તિમાં વીસ વીસ ખંડો છે.