________________
૧૧૪
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ બીજા આચાર્યો બીજી રીતે પટમાં સ્થાપનાને જોતા એટલે “લકના અંતથી લઈ લોકના મધ્યભાગ સુધી ખંડેની વિચારણા એ પ્રમાણે આ ગાથાની વ્યાખ્યા કરે છે. (૯૦૮)
હવે અલકની સાતે પૃથ્વીઓમાં ઉપરથી નીચે સુધીમાં જે ખંડ થાય છે, તે
ओयरिय लोयमज्झा चउरो चउरो य सव्वहिं नेया । तिग तिग दुग दुग एकिकगो य जा सत्तमी पुढवी ॥९०९।।
લોકના મધ્યભાગમાંથી નીચે તરફ જતા બધી પૃથ્વીઓમાં ચાર ચાર ખંડ ત્રસનાડીમાં જાણવા, નાડી બહાર બીજી વગેરે પૃથવીમાં અનુક્રમે ત્રણ-ત્રણ, બે-બે, એક-એક ખંડ સાતમી પૃથ્વી સુધી જાણવા.
લેકના અંત ભાગથી લેકના મધ્યભાગ સુધી આવી પછી ત્યાંથી એટલે આઠ રુચકપ્રદેશથી લઈ નીચે બધીયે પૃથ્વીઓમાં ચાર ચાર ખંડ ત્રસનાડીમાં જાણવા ત્રસનાડીની બહાર બીજી વગેરે પૃથ્વીઓમાં અનુક્રમે ત્રણ-ત્રણ, બે-બે અને એક-એક ખંડ સાતમી પૃથ્વી સુધી જાણવો. આને ભાવાર્થ આ પ્રમાણે છે.
રત્નપ્રભાપૃથ્વીની ત્રસનાડી બહાર ખંડે નથી. માટે શર્કરા પ્રભા બીજી પૃથ્વીના ઉપરના ભાગેથી લઈ ડાબી જમણી બાજુએ દરેક હારમાં તિચ્છ આડા ત્રણ ત્રણ ખંડે ઉપરથી નીચે સાતમી પૃથ્વીના તળિયા સુધી જાણવા.
તે પછી વાલુકાપ્રભાના ઉપરના ભાગેથી બંને તરફ ત્રણ ખંડની આગળ બીજા ત્રણ ત્રણ ખંડે સાતમી પૃથ્વી સુધી જાણવા.
તે પછી પંકપ્રભાના ઉપરના ભાગેથી લઈ બંને તરફ પૂર્વોક્ત ખંડોથી આગળ બે-બે ખંડો સાતમી પૃથ્વી સુધી જાણવા.
તે પછી ધૂમપ્રભાના ઉપરના ભાગથી લઈ બંને તરફ બે બે ખંડો સાતમી પૃથ્વી સુધી છે. - ત્યાર બાદ ફરી તમ પ્રભાથી લઈ બંને તરફ એકેક ખંડ સાતમી પૃથ્વી સુધી સ્થાપવા,
તે પછી સાતમી પૃથ્વીમાં પણ પૂર્વોક્ત ખંડથી આગળ બંને તરફ એકેક ખંડ દરેક હારમાં (પંક્તિ) માં છેલ્લી નીચેની પંક્તિ સુધી જાણવા. આ પ્રમાણે અલેકમાં ઉપરથી નીચે સુધી ખડે કહ્યા. (૦૯)
હવે તમસ્તમપ્રભા પૃથ્વીથી લઈ રત્નપ્રભા સુધી તિર્થો (આડા) ખડેનું પ્રમાણ કહે છે.
अडवीसा छव्वीसा चउवीसा वीस सोल दस चउरो । सत्तासुवि पुढवीसु तिरिय खण्डुयगपरिमाण ॥९१०॥