________________
૧૦૪
પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨
૩. રતુમાસ – લેકરૂઢીથી ઋતુ સાઠ (૬૦) રાત્રિ દિવસ પ્રમાણુ બે માસની છે. તે ઋતુના અર્ધભાગ પ્રમાણ જે ભાગ તે માસ કહેવાય છે. અવયવમાં સમુદાયને ઉપચાર થવાથી અડધા ભાગને માસ કહેવાય છે. તે તુમાસ અર્થથી સંપૂર્ણ ત્રીસરાત્રી દિવસ પ્રમાણે છે.
આ ઋતુમાસનો કર્મમાસ સાવનમાસ રૂપે પણ વ્યવહાર થાય છે.
૪, આદિત્યમાસ – સૂર્યને જે માસ તે આદિત્યમાસ. તે એક દક્ષિણાયન કે ઉત્તરાયણના છઠ્ઠા ભાગ પ્રમાણ સૂર્યમાસ છે અથવા સૂર્યના પરિભ્રમણ દ્વારા જે માસ બને તે ઉપચારથી સૂર્યમાસ કહેવાય.
પ. અભિવધિત માસઃ- અભિવર્ધિત એટલે મુખ્યતાએ તેર ચંદ્રમાસ પ્રમાણ વર્ષ હોય છે. જે બાર ચાંદ્ર માસ પ્રમાણ વષ હોવા છતાં એક મહિને વધુ હોવાથી અભિવતિ માસ કહેવાય છે. અવયવમાં સમુદાયને ઉપચાર થવાથી અભિવર્ધિત તરીકે ગણાય છે. આ પ્રમાણે નક્ષત્ર વગેરે પાંચ મહિના નામથી કહ્યા. (૮૯૭)
હવે આ મહિનાઓનું દિન પ્રમાણ કહે છે. अहरत्त सत्तवीसं तिसत्तसत्तद्विभाग नक्खत्तो २७२० । चंदो अउणत्तीसं विसट्ठिभाया य बत्तीसं २९३३ ॥८९८॥ उउमासो तीसदिणो ३० आइच्चो तीस होइ अद्धं च ३० । अभिवढिओ य मासो चउवीससएण छेएणं ॥८९९॥ भागाणिगवीससयं तीसा एगाहिया दिणाणं तु ३११३३ । एए जह निष्फतिं लहंति समयाउ तह नेयं ॥९००॥
૧. નક્ષત્રમાસ સત્તાવીશ અહોરાત્ર અને સડસઠ્ઠીયા એકવીશ ભાગ પ્રમાણ ૨૭૦ દિવસ પ્રમાણ છે. - ૨. ચંદ્રમાસ ર૯ દિવસ અને બાસઠીયા બત્રીસ ભાગ પ્રમાણુ ર૯૨૨ દિવસ પ્રમાણુ.
૩. ગડતુમાસ ત્રીસ દિવસનો.
ક, આદિત્યમાસ ત્રીસ દિવસ અને અડધો દિવસ એટલે ૩૦ દિવસ પ્રમાણ
૫. અભિવર્ધિત માસ ૩૧ દિવસ અને ૧૨૪ ભાગમાંથી ૧૨૧ ભાગ પ્રમાણુ એટલે ૩૧૧૨ દિવસ પ્રમાણે છે. આ માસેની જે રીતે ઉત્પત્તિ થાય છે. તે રીતે સિદ્ધાંતમાંથી જાણવી.
નક્ષત્ર સંબંધિત મહિને સત્તાવીસ (૨૭) રાત દિવસ પ્રમાણ અને એક અહેરાત્રના સડસઠ ભાગ કરી તેમાંથી ત્રણ વખત સાત ભાગ એટલે એકવીસ ભાગ પ્રમાણ છે. એટલે ૨૭ દિવસ પ્રમાણને છે.